- રમતી વેળાએ માસૂમ બાળકને કાળ ભેટ્યો: પરિવારમાં ગમગીની
મોરબીમાં આવેલા ભરતનગર વિસ્તારમાં કંપનીમાં મજૂરીકામ કરતા પરિવારનો દોઢ વર્ષનો માસુમ બાળક રમતા રમતા અકસ્માતે સીડી પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનું રાજકોટ સારવારમાં મોત નિપજતા પરપ્રાંતિય પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં ભારતનગર વિસ્તારમાં આવેલી પ્લેનલ કંપનીમાં કામ કરતાં પરિવારનો પ્રવીણ પતારસિંગ મંડોઈ નામનો દોઢ વર્ષનો માસુમ સવારના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે રમતો હતો. ત્યારે રમતા રમતા સીડી પરથી અકસ્માતે નીચે પટકાયો હતો. માસુમ બાળકને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં માસુમ બાળકની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કે.ટી. ચિલ્ડ્રન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર કારગત નીવડે તે પૂર્વે માસુમ બાળકે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.