મોરબીના સીરામીક ઉદ્યોગોને ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ આપવામાં આવતા સીરામીક એસોસિએશને આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જે મામલે મુખ્યમંત્રીએ રજુઆત પ્રત્યે હકારાત્મક વલણ દાખવીને ગેસ કંપનીને આગામી છ માસ સુધી એક મહિનાના એગ્રીમેન્ટના આધારે જ ગેસ વિતરણ કરવાની સૂચના આપી છે.
છેલ્લા ઘણા સિરામિક સમયથી ઉદ્યોગોની નાજુક સ્થિતી છે. ત્યારે અગાઉ માંગણીના આધારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચનાથી ગેસ એગ્રીમેન્ટ ત્રણ મહિનાના બદલે એક મહીનાના કરવા માટેની છુટ આપવામાં આવી હતી. જેની અમલવારી થઈ હતી
આ મામલે સીરામીક એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવતા ફરી એક વખત મુખ્યમંત્રીએ ગેસના એગ્રીમેન્ટનો સમયગાળો આગામી છ માસ સુધી એટલે કે ડિસેમ્બર સુધી ત્રણ માસની બદલે એક માસનો કરી દેવાની ગેસ કંપનીને સૂચના આપી છે.
આ અંગે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે હાલ સીરામીક ઉદ્યોગમા મંદીની સ્થિતિ છે. ત્રણ મહિનાના એગ્રીમેન્ટથી સીરામીક ઉદ્યોગોની પડયા ઉપર મુશ્કેલી જેવી પરિસ્થિતિ થાય તેમ હતી. જેથી આ મામલે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવતા તેઓએ આ પ્રશ્નનો ત્વરિત નિકાલ કર્યો છે. જેથી સીરામીક એસોસિએશન તેઓનો આભાર વ્યક્ત કરે છે.