સાતમ-આઠમના તહેવારોમાં 10 ઓગષ્ટથી 10 સપ્ટેમ્બર સુધી સિરામીક યુનિટમાં સંપૂર્ણ શટડાઉન

મંદી અને મોંઘવારીથી ઘેરાય ગયેલા સિરામીક ઉદ્યોગને કળ ન વળે તેવા  નિર્ણયો સરકાર દ્વારા  લેવામાં આવી રહ્યા છે.જેના કારણે સિરામીક ઉદ્યોગએ ખૂબજ નુકશાની વેઠવી પડે છે.આવામાં  મોરબી સિરામીક ઉદ્યોગ હવે  દર વર્ષ એક મહિનાનું વેકેશન પાળશે કોઈપણ ઉદ્યોગ માટે એક મહિનાનું વેકેશન રાખવું પોસાય તેમ નથી પરંતુ સિરામીક ઉદ્યોગે ઐતિહાસીક નિર્ણય લીધો છે.

મોરબી સીરામીક એસોસિયેશન દ્વારા હવેથી દર વર્ષે એક મહિના માટે વેકેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ચાલુ વર્ષમાં  આગામી તા.10/08/2022 થી 10/09/2022 સુધી એક મહિના માટે સીરામીક ઉદ્યોગમાં વેકેશન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ બાબતે સીરામીક એસોસિએશન ના હોદેદારો દ્વારા જણાવ્યું હતું કે સીરામીક ઉદ્યોગમાં એક મહિના ના વેકેશન રાખવાના નિર્ણય થી અનેક પ્રકારના લાભ થઈ શકે છે.

મુખ્યત્વે ગુજરાત ગેસને પાઇપ લાઇન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ કરવા નો સમય મળી રહેશે તથા સીરામીક ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકો પણ તહેવારોના સમયમાં પોતાના વતન માં જઈ શકશે તેમજ સીરામીક ઉદ્યોગ માં સ્ટોક થયેલ માલ નો પણ નિકાલ થઈ શકશે જેથી આગામી તા.10/08/2022 થી 10/09/2022 સુધી મોરબીના સીરામીક યુનિટ સંપૂર્ણ શટ ડાઉન લેશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.