સરકારે લીધેલા અનેક પ્રોત્સાહક નિર્ણયોને લઈ સિરામીક ઉદ્યોગ વેગવંતો બન્યો
ટેકનોલોજીનાં ઉપયોગ દ્વારા સિરામિક ઉદ્યોગનો સુવર્ણ કાળ આવવાની આશા સેવતા ઉદ્યોગકારો
સરકાર જીસીસી દેશોમાં લદાયેલી એન્ટી ડમ્પીંગ ડયુટીનો દર એક સમાન કરે તો નિકાસને વધુ પ્રોત્સાહન મળશે
વિશ્વસ્તરનો સિરામિક ઉદ્યોગ રસ્તા સહિત માળખાકીય સુવિધાઓ ઝંખે છે
વૈશ્વિક મહામારી બાદ મોટાભાગનાં ઉદ્યોગોને માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ સીરામીક ઉદ્યોગ એક માત્ર ઉદ્યોગ છે. જેમાં લોકડાઉન બાદ સીરામીક વિકાસ તરફ અગ્રેસર થયું છે.સરકાર દ્વારા પણ અનેકવિધ સહાયો અને પ્રયત્નો સીરામીક ઉદ્યોગને વિકસીત કરવા માટે ઉપયોગી સાબીત થયું છે.
હાલ ગલ્ફ દેશોમાં જે એન્ટી ડમ્પીંગ ડયુટી સીરામીક ઉદ્યોગમાં લાદવામાં આવી છે. તેનાથી નિકાસ ઉપર ઘણી અસર પહોચી છે. સરકાર જો એન્ટી ડમ્પીંગ ડયૂટીને એક સમાન કરે તો નિકાસને પૂર્ણ પ્રોત્સાહન મળી રહેશે. હાલ મોરબી સીરામીક ઉદ્યોગને જો રોડ રસ્તા સરખા કરી દેવામા આવે, તો ઉદ્યોગને વેગ પણ પૂરતા પ્રમાણમાં જોવા મળશે. લોકડાઉન બાદ સીરામીક ઉદ્યોગને કારીગરોની અછત સૌથી વધુ સતાવી રહી છે.
અને જો સરકાર આ મુદે ધ્યાન કેન્દ્રીત કરે તો મોરબી સીરામીક ઉદ્યોગ માટે સુવર્ણ અવસર રૂપ સાબીત થશે. મોરબી સીરામીક ડાયરેકટ અને ઈન્ડાયરેકટ રોજગારીની વિપૂલ તકો આપી રહી છે. સીરામીક એશો.નું માનવું છે કે, જો સરકાર એશોને આર્થિક સહાય આપે તો આંતરિક ઘણા પ્રશ્નો હલ થઈ શકે.
લોકડાઉન બાદ સ્કિલ્ડ કામદારોની અછત છતા આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સિરામિકની માંગ વધી: નરેન્દ્રભાઈ સંઘાય
લેકસીકોન સીરામીકનાં નરેન્દ્રભાઈ સંઘાયે અબતક સાથે વિશેષ વાતચીતમાં જણાવ્યું હતુ કે,લોકડાઉન બાદ જૂજ દિવસોમાં શિરામીક ફેકટરી ધમધમવા લાગી હતી, પરંતુ સ્કિલ્ડ કામદારોનાં અભાવે નજીકનાં રાજયોમાંથી કામદારોને બોલાવા પડયા હતા. છતાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં સીરામીકની માંગ વધતા ઉદ્યોગને સ્થિરતા મળી છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા જે એન્ટીડમ્પીંગ ડયૂટી લગાડવામાં આવી છે. તેનાથી હરહંમેશ સિરામીક ઉદ્યોગને માઠી અસરનો જ સામનો કરવો પડે છે. એન્ટીડમ્પીંગ ડયૂટી લગાડવામા આવતા અન્ય દેશોમાં મોરબીની સીરામીકની વસ્તુઓ મોંઘી દાટ થઈ રહી છે. વધુમાં તેમના દ્વારા જે માહિતી આપવામા આવી હતી. તેમાં તેઓએ સ્પષ્ટ પણ જણાવ્યું હતુ કે, સાઉદીને જીસીસી દેશોમાં જો એન્ટી ડમ્પીગ ડયૂટી હટાવવામાં આવે, તો મોરબી સીરામીકને ઘણો ફાયદો પહોચશે. મોરબીનો સીરામીક ઉદ્યોગ વિશ્ર્વનો બીજા નંબરનો સૌથી મોટુ કલ્સ્ટર છે. ચાઈના બાદ, બીજી તરફ વિશ્વનો ભરોસો ચાઈના બાદ ભારત પરનો છે. ત્યારે અન્યની સરખામણીમાં મોબરી ગુણવતા યુકત સીરામીક ચીજો આપી રહ્યું છે. ચાઈનીંઝ કંપનીઓ મોટુ ઉત્પાદન તો કરે છે, પણ તેની સામે જે સેવાનો એટલે સર્વીસનો મુદો છે. તે સૌથી મોટો અસરકરતા છે. જેથી મોરબીને તેનો ફાયદો મળતો રહેશે.
આવનારો સમય સિરામિક ઉદ્યોગ માટે સૂવર્ણ કાળ: સ્મિત ફેફર
મોટો સીરામીકના સ્મીતભાઈ ફેફરએ વાતચીત કરતા જણાવ્યું હતુ કે સીરામીક ઉદ્યોગમાં હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે. તે ખૂબ સારી છે. ડીમાન્ડની સાથોસાથ બજાર માં પણ તેજી જોવા મળી રહી છે. જેથી કહી શકાય કે ઓલઓવર સીરામીક માર્કેટ ખૂબ સારૂ છે. વધુમાં તેઓ એ માહિતી આપતા જણાવ્યું હતુ કે લોકડાઉન પૂર્વે પણ સીરામીક ઉદ્યોગની સ્થિતિ સારી હતી અને લોકડાઉન બાદ પણ સ્થિતિ સારી છે.
હાલ મોટો સીરામીક ૪૧ દેશોમાં સીરામીકની ચીજ વસ્તુઓનો નિકાસ કરી રહ્યું છે. એન્ટી ડમ્પીંગ ડયુટી વધવાના કારણે દેશને અને સવિશેષ મોરબી સીરામીકને થોડે અંશે નુકશાની પહોચશે પણ આવનારો સમય મોરબી સીરામીક માટે ગોલ્ડન પીર્યડ તરીકે સામે આવશે અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે આવનારા સમયમાં કંપની દેશને ખૂબ ઉચ્ચશિખર ઉપર લઈ જવા માંગે છે. ત્યારે મોરબી સીરામીક સૌથી વધુ અસરકરતા સાબીત થશે.
હાલના સમયમાં સિરામિક ઉદ્યોગની સ્થિતિ ખૂબજ સારી: નિલેશભાઈ રાણસરીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન સેવ્યોન સીરામીકના નિલેશભાઈ રાણસરીયાએ જણાવ્યું હતુ કે હાલનાં સમયમાં જે વેપાર થઈ રહ્યો છે. તેમાં ઈન્ડસ્ટ્રીને જોઈ તેટલા પ્રમાણમાં તેનો વેપાર મળી રહ્યો છે. અને ઓર્ડર પણ મળી રહ્યા છે. પરંતુ હાલ કામદારોની અછત વધુ હોવાના કારણે જેવ્યાપ મળવો જોઈએ તે મળી શકતો નથી પરંતુ હાલ સાંપ્રત સમયમાં કારીગરોની અછતમાં ઘટાડો જોવા મળે છે. અને સ્થિતિ થાળે પડી રહી છે.
તેમના જણાવ્યા પ્રમાણે હાલના સમયમાં માત્ર ૨ થી ૩ ટકા જ સીરામીક યુનીટો બંધ જોવા મળી રહ્યા છે. હાલ સ્થાનિક બજારમાં મોરબી સીરામીક યુનીટો ૧૦ થી ૧૫ ટકા પ્રોડકશન હાથ ધરી રહ્યું છે. પરંતુ સાઉદી અરબ અને જીસીસી દેશોમાં સીરામીક વસ્તુપર રોક મૂકવામાં આવી છે. જેનું એક માત્ર કારણએન્ટી ડમ્પીંગ છે. સરકાર જો આ ડયુટીને હટાવે તો તેનો ફાયદો સીરામીક યુનીટોને મળતો રહેશે અને સાથોસાથ ૨૦ થી ૨૫ ટકા જેટલો માર્કેટ શેરમાં પણ વધારો જોવા મળશે.
અંતમાં તેઓએ સીરામીક ઉદ્યોગ વિશે જણાવતા કહ્યું હતુ કે આવનારો સમય ભારતનાં સીરામીક ઉદ્યોગ માટે આર્શીવાદ રૂપ સાબીત થશે. હાલના સમયમાં સીરામીક ઉદ્યોગમાં ભારતનું વર્ચસ્વ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. જેનો ફાયદો ભારતને આગામી સમયમાં ખૂબ વિશાળ પ્રમાણમાં તેનો લાભ મળતો રહેશે.
સરકારે એન્ટી ડમ્પીંગ ડયુટી હટાવી સીરામીક ઉદ્યોગને વેગવંતો બનાવવો જોઈએ: દિલીપભાઈ આદ્રોજા
મોરબી ખાતે આવેલા મેટ્રોસીટી ટાઈલ્સ પ્રા.લી.ના સંસ્થાપક દિલીપભાઈ આદ્રોજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે લોકડાઉન બાદ મોરબી સીરામીક ઉદ્યોગની સ્થિતિમાં ઘણા અંશે સુધારો આવ્યો છે. બીજી તરફ ચાઈના ઉપરનો જે વિશ્ર્વાસ અન્ય દેશોમાં હટતો જોવા મળી રહ્યો છે. તેનો સીધો જ ફાયદો મોરબી સીરામીક ઉદ્યોગને પહોચ્યો છે.
ત્યારે બીજી તરફ જીસીસી દેશો દ્વારા જે એન્ટીડમ્પીંગ ડયુટીનો વિવાદ ઉભો થયો છે. તેનાથી મોરબી સીરામીકને નુકશાની પહોચશે ત્યારે સરકાર અને જીસીસી દેશો જો એન્ટીડમ્પીંગ ડયુટી એકસમાન એટલે કે યુનીફોર્મ કરી નાખે તો મોરબી સીરામીકને ઘણો ફાયદો પહોશે અંતમાં તેઓએ જણાવતા કહ્યુ હતુ કે આવનારો સમયમોરબી સીરામીક ઉદ્યોગ માટે અત્યંત ફાયદારૂપ નીવડશે અને ઘણા ખરા ઈનોવેશન પણ જોવા મળશે માત્ર સરકાર પણ સીરામીક ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રીત કરે તો ઉદ્યોગ ઉચ્ચ શિખરો સર કરી શકશે.
મોરબીમાં સિરામિકનાં ૯૫ ટકા યુનિટો લોકડાઉન બાદ ધમધમી રહ્યા છે: મુકેશભાઈ ઉધરેજા
મોરબી ખાતે આવેલા લેટીગ્રાસ સીરામીક યુનીટનાં મુકેશભાઈ ઉધરેજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે,લોકડાઉન બાદ ૯૫ ટકા યુનીટો પૂર્ણ રૂપથી ધમધમી રહ્યા છે. હાલમાં યુનીટોએ થોડી મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમા નિકાસ વધતા સીરામીક યુનીટો માટે અચ્છે દિનનાં દ્રશ્યો જોવા મળે છે. તો બીજી તરફ ડોમેસ્ટિક બજારમાં પણ દિન પ્રતીદિન માંગમાં વધારો નોંધાયો છે.
જો જીસીસી દેશોમાંથી એન્ટી ડમ્પીંગ ડયૂટી હટાવી લેવામાં આવે તો તેનો ફાયદો ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળશે. અને દેશનાં અર્થતંત્રમાં પણ સુધારો નોંધાશે.
મોરબી સીરામીકને વેગવંતો બનાવવા સરકારનાં પ્રયત્નો સરાહનીય: વેલજીભાઈ બોસ
મોરબી સીરામીક એશો.નાં ભૂતપૂર્વ પ્રમુખ વેલજીભાઈ બોસે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે, મોરબીને સીરામીકનો વારસો મળ્યો છે. અને તેના વિકાસ માટે સરકાર દ્વારા જે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તે, અત્યંત સરાહનીય છે. ૪૦ થી ૪૨ ઈલેકટ્રીક સબસ્ટેશનો ઉભા કરી ઊર્જા ક્ષેત્રની કમી મોરબી સીરામીક ઉદ્યોગને નથી પહોચવા દીધી બીજી તરફ સરકારે મોરબી સીરામીકને પૂરતો ગેસ પણ પહોચાડયો છે. જે અત્યંત ઉપયોગી અને કારગત સીરામીક ઉદ્યોગ માટે નિવડયો છે. તેઓએ સરકારને ભલામણ કરતા જણાવ્યું હતુ કે હાલનાં સમયમાં મોરબી વિશ્ર્વકક્ષા ઉપર પોતાનું આધીપત્ય સાબીત કરી રહ્યું છે. ત્યારે મોરબીને યોગ્ય રોડ રસ્તાઓની ભેટ મળી રહે તો વર્ષોથી મુંજાતા પ્રશ્ર્નોનું નિવારણ અને નિરાકરણ પણ થઈ શકશે અંતમાં તેઓએ જણાવ્યું હતુકે, સરકાર જો એન્ટી ડમ્પીંગ ડયૂંટીને એક સમાન કરે તો નિકાસ કરવામાં કોઈ તકલીફ નહી રહે અને સીરામીક ઉદ્યોગકારો નિકાસ કરવા માટે પ્રોત્સાહીત પણ થાશે.
સિરામિક ઉદ્યોગમાં હરણફાળ તેજી જોવા મળે છે: શૈલેષભાઈ ભાલોડીયા
કોમેટ ગ્રેનીટો પ્રાઈવેટ લીમીટેડનાં શૈલેષભાઈ ભાલોડીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, સીરામીક ઉદ્યોગમાં હાલ હરણફાળ તેજી જોવા મળી રહી છે.. લોકડાઉન બાદ સીરામીકમાં સોનાનો સૂરજ જાણે ઉગ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. ત્યારે જો આ સ્થિતિ યથાવત રહે તો સીરામીક ઉદ્યોગ ઉચ્ચ શિખરો સર કરશે. એન્ટી ડમ્પીગ ડયૂટી જે ૬ દેશોમાંલાગી છે. તેના બદલે બાકીરહેતા અન્ય દેશામાં ન લાગે જેથી નિકાસનો રથ અવીરીત ચાલતો રહે મોરબી સીરામીક ઉદ્યોગ દેશનાં અર્થતંત્રને ધબકતું કરવા અને તેને વધુ વિકસીત કરવા માટે પ્રયત્નશીલ છે.જેમાં સીરામીક ઉદ્યોગ સૌથી મોટો ફાળો રહેશે આવનારો સમય સીરામીક માટે ઉજળી તક સમાન છે. જે હાલમાં સ્થિતિ જોવા મળી રહી છે. તેજ યથાવત રહે તો સીરામીક ઉદ્યોગ વૈશ્વિક ફલક ઉપર પોતાની આગવી છાપ ઉભી કરી શકશે.