વાઈબ્રન્ટ સમિટ મુદ્દે રોડ શો:સ્પેનના સિરામિક ઉત્પાદકો સાથે બી.ટુ.બી.બેઠક
વાઈબ્રન્ટ સિરામિક એક્સઓના પ્રમોશન માટે સ્પેનની મુલાકાતે ગયેલા મોરબી સીરામીક એસોસિએશન દ્વારા હરીફ દેશમાં જઈ ઝંડો ગાળ્યો હતો.
આજરોજ સ્પેનના સિરામીક સીટી કેસ્ટલોન મા કેસ્ટેલોન ચેમ્બર ઓફ કોમર્સ તેમજ એમ્બેસી ઓફ ઇન્ડીયા ના સંયુક્ત ઉપક્રમે વાઈબ્રન્ટ સીરામીક એક્સપો ના પ્રમોસન તેમજ ઇ૨ઇ ના મીટીગનુ આયોજન કર્યું હતું.
સ્પેનમાં ગઈકાલે યોજાયેલ આ રોડશોમા ભારતીય એમ્બેસેડર વેંકટેશ વર્મા તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ શ્રી લીયોપોલ્ડ મોનફોર્ટ તેમજ મોરબી સિરામીક એશોસીએસન ના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ કે.જી.કુંડારીયા અને વિશાલ આચાર્ય અને તેની ટીમ તેમજ મોરબીના જુદાજુદા ૧૧ ઉત્પાદકો હાજર રહેલ અને ભારતીય રાજદૂત તેમજ કેસ્ટલોન ચેમ્બર દ્વારા આ મિટીગ અને સફળ બનાવવા ત્યાના એકસપોર્ટર, ઇમ્પોર્ટર અને ટેકનોલીજી સપ્લાયર્સ ને વાયબરન્ટ માટે આમંત્રિત કર્યા હતા.
આ મીટીંગ મા ઇ૨ઇ મીટીંગ મા ભાગ લેનાર દરેક ફેકટરી માલિકો સાથે મીટીંગ રાખેલ અને સ્પેન સિરામીક માર્કેટ મા તેમના ઘેર જઇ અને મોરબી નું પ્રમોસન કરી અને ભારતનું ગૌરવ વધારેલ ત્યારે આવતા વાયબરન્ટ સિરામીક એક્સપો મા ૩૦ થી વધુ વિજીટરો આ એકઝીબીસન ની મુલાકાત લેશે