સ્લિમ ટાઇલ્સના સ્ટાન્ડર્ડના સુધારા વિશ્વ સમક્ષ મુક્યાં
સમગ્ર વિશ્વમાં છવાઈ ગયેલા મોરબીના ટાઇલ્સ ઉધોગે હવે વિશ્વ સમક્ષ સ્લિમ સિરામિક ટાઇલ્સના નવા સ્ટાન્ડર્ડ રજૂ કર્યા છે ચાઇના ખાતે તા.૩ થી ૬ ડિસેમ્બર યોજાયેલ ૨૭મી આઇએસઓ મિટિંગમાં મોરબીના સિરામિક ઉધોગકારોએ ડંકો વગાડ્યો છે.
ચાઇનાના ગોન્જાઓ ખાતે તા.૩ થી ૬ ડીસેમ્બર -૨૦૧૭ દરમિયાન યોજાયેલ ૨૭વિં ળયશિંક્ષલ જ્ઞર ઈંજઘ / ઝઈ ૧૮૯ યોજાયેલ જેમા ભારતમાંથી ભારતીય માનક બ્યુરો અને સિરામીક ટ્રેડ માથી ટોટલ ૭ લોકો નું ડેલીગેશન આ મીટીંગ મા જોડાયેલ જેમા મોરબી થી નિલેષ જેતપરીયા તેમજ ટેકનીકલ એડવાઇઝર જેરામભાઇ કાવર પણ જોડાયેલ અને આ મીટીંગમા સ્લીમ ટાઇલ્સના સ્ટાન્ડર્ડના સુધારા અને પ્રેઝન્ટેશન કરવાની તક મોરબી સિરામીક એશોસીએશનને ભારત વતી મળેલ હતી.
આ મિટીગ મા વિશ્વના સિરામિક ઉત્પાદક દેશો એ હાજરી આપેલ અને આ ત્રણ દિવસીય મીટીંગ મા વિશ્વ ના ટાઇલ્સ સ્ટાન્ડર્ડ ના સુધારા વધારા ની ચર્ચા કરવામાં આવી રહી છે.
જેમાં મોરબી સિરામિક એસોસિએશન ગર્વભેર ભાગ લઈ મોરબીને વિશ્વભરમા પોતે સિરામીક ઉધોગમા પોતાનું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્વ આખુ મોરબીના મુદ્દાઓને ધ્યાન મા લે છે.મોરબી સિરામિક એસોસિએશનએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમોને આનંદ થાય છે કે મોરબી દ્વારા પ્રથમ વખત વિશ્વ કક્ષાની મીટીંગ મા હાજર રહી અને પોતાનું પ્રતિનિધિત્વ પ્રસ્થાપિત કરેલ છે .