મોરબી નજીક જાંબુડિયા ગામ પાસેથી તાલુકા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક કારમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો જો કે પોલીસને જોઈ કાર ચાલક નાસી છૂટતા પોલીસે કાર કબ્જે કરી કાર નંબરને આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવતું હતું ત્યારે જાંબુડિયા ગામ નજીકથી પસાર થતી સેન્ટ્રો કાર નં જીજે ૦૨ આર ૬૦૮૮ અટકાવી તલાશી લેતા કારમાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો, કારમાંથી દારૂની ૧૨ બોટલ અને ૨૦ નંગ બિયર મળી આવતા કાર સહીત કુલ રૂપિયા ૫૫,૬૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જો કે પોલીસને જોઈ કાર ચાલક નાસી ગયો હતો તાલુકા પોલીસે મુદામાલ કબ્જે કરી કાર નંબરને આધારે નાસી છુટેલ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com