મોરબી પંથકમાં એક યુવાનને મહિલા સાથે ઓળખાણ કરાવી બાદમાં યુવતીએ હનીટ્રેપમાં ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોય જેનો વિડીયો બનાવી ચાર ઈસમોએ ૧૦ લાખ પડાવી લીધા હતા જે મામલે ચાર આરોપી ઝડપાયા બાદ રિમાન્ડ દરમિયાન પોલીસે રોકડ રકમ ઉપરાંત ત્રણ વાહનો અને મોબાઈલ જપ્ત કરવામાં સફળતા મળી છે
મોરબી હનીટ્રેપ પ્રકરણમાં પોલીસને મોટી સફળતા, ૮.૪૪ લાખ રીકવ: બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી આરોપી આશિષ હેમંત આદ્રોજા રહે મોરબી રવાપર રોડ બોની પાર્ક, તુલસી હસમુખ સંખેસરિયા મોરબી પંચાસર રોડ, વિપુલ મનુભાઈ ચૌહાણ રહે મોરબી રણછોડનગર અને ધવલ નરભેરામ આદ્રોજા રહે મોરબી રાજનગરવાળા એ ચાર આરોપીએ ૧૦ લાખની રકમ પડાવી હતી જેમાં મહિલા સાથેની અંગત પળોનો વિડીયો બનાવી ૧૦ લાખ પડાવ્યા હતા જે મામલે ફરિયાદ બાદ પોલીસે આરોપીની અટકાયત કરી હતી અને આરોપી ના રિમાન્ડ મેળવ્યા હતા
જે રિમાન્ડ દરમિયાન એ ડીવીઝન પોલીસની ટીમે આરોપીઓની સઘન પૂછપરછ માં ફરિયાદી યુવાન પાસેથી પડાવેલ ૧૦ લાખની રકમમાંથી ૮.૪૪ લાખની રોકડ રીકવર કરવામાં સફળતા મળી છે તે ઉપરાંત સ્વીફટ કાર, એકટીવા અને એક મોટરસાયકલ સહીત ત્રણ વાહનો અને ગુન્હામાં વપરાયેલ મોબાઈલ કબજે લેવાયો છે તો આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી તમામ આરોપી ને કોર્ટ હવાલે કરાયા છે