પોલીસ ભરતીની પરીક્ષામાં નિયમોમાં બદલાવ કરવાની માંગ સાથે મોરબીના યુવાનોએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે જે આવેદનમાં જણાવ્યું છે કે પોલીસ વિભાગની ભરતી અંતર્ગત જે પીએસઆઈ, એએસઆઈ ભરતી માટે દોડમાંથી જે 15 ગણા કેટેગરીવાઈઝ ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉતીર્ણ કરવાની મર્યાદાને રદ કરવી, પ્રતીક્ષાવાદી (વેઈટીંગ લીસ્ટ) રાખવામાં આવે છે જેથી પરીક્ષા પાસ કરીને નોકરી સ્વીકારવા નથી માંગતા અથવા કોઈ કારણોસર ગેરલાયક ઠરાવવામાં આવે છે તો પ્રતીક્ષા યાદીમાંથી વિદ્યાર્થીઓને અધિકારી બનવાની તક મળે દરેક ભરતી પરીક્ષામાં જે વિદ્યાર્થી કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેને પરીક્ષા આપવાની તક આપવામાં આવે છે તો પોલીસ ભરતીમાં પણ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તક આપવામાં આવે તેમજ નોટીફીકેશનમાં કેટેગરી પ્રમાણે સીટો ફાળવણીમાં જે વિસંગતતા દેખાય રહી છે તેને દુર કરવામાં આવે તેમ આવેદનમાં જણાવ્યું છે

ઉમેદવારોને વર્તમાન નોટીફીકેશનમાં મુંઝવતા પ્રશ્ર્નો

અન્ય રાજ્યોના પોલીસ ભરતી બોર્ડ કે ફીઝીકલ પરીક્ષાઓમાં સૌથી અઘરી ગણાતી આર્મી જેવી પરીક્ષામાં પણ આટલા કઠોર માપદંડ હોતા નથી તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શા માટે આટલા કઠોર માપદંડ રાખે છે, તમામ જગ્યાઓને કેટેગરી પ્રમાણે ત્રણ વાર્ગ ભાગલા પાડવાનો શો મતલબ છે તે સ્પષ્ટતા કરવામાં આવે, ભરઉનાળામાં ફીઝીકલ પરીક્ષા લેવાનું કારણ અને જો કોઈ વિદ્યાર્થીને જીવનું જોખમ ઉભું થયુ કે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની ?, અત્યાર સુધી પોલીસ ભરતીથી લઈને તમામ ભરતી પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવે છે જેનાથી દરેક ઉમેદવારને ફાયદો જ થતો હતો તો અત્યારે તે દુર કરવાનો અર્થ શું ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.