ઈટના ભઠ્ઠામાં કામ માટે પૂછતા બે શખ્સોએ ઝગડો કરી શ્રમિકને મોતને ઘટ ઉતાર્યો

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ખૂન ,મારામારીના અનેક ગુનાઓ બનવા પામ્યા છે.જેમાં વધુ એક ખૂનની ઘટના સામે આવી છે જેમાં ગઈ કાલે તાલુકાના પીપળી ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા હત્યા થાય હોવાનુ જાણવા મળતા મોરબી તાલુકા પોલીસના પી.આઇ.કે. એ.વાળા અને ટીમ ડવરા તપાસતા શ્રમિકની હત્યા ઈટના ભઠ્ઠા કામ કરતા બે શખ્સોએ કરી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના પીપળી ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તે અજાણ્યા 40 વર્ષના પુરુષની લાશ મળી હતી જેમાં પોલીસે તપાસ કરતા હત્યા થઈ હોવાનું જાણવા મળતાં પોલીસે તે દિશામાં તપાસ હાથધરી હતી.જેમાં તેની હત્યા મજૂરી કામ માગવા બાબતે બે શખ્સોએ કરી હોવાનું સામે આવતા પોલીસે  વિદ્યુતનગરમા રહેતા ઈટના ભઠ્ઠાના માલિક વિજયભાઈ ઉર્ફે મુન્નો ધીરુભાઈ સાંતલપરાએ તેમનાએ જ ભઠ્ઠામા કામ કરતા શ્રમિક અશોક સુખાભાઈ કોળી અને જીતેશ સીતાપરા વિરુદ્ધ અજાણ્યા પુરૂષની હત્યા કરવા મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધી આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.