- આશરે પોણા બે કરોડની કિંમતના નકલી સિરપના જથ્થા સાથે 3ની ધરપકડ કરતી એલસીબી
મોરબી એલસીબી ટીમે વધુ એક નશીલી સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબી ટીમે મોરબીમાંથી ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો નકલી સિરપનો જથ્થો જપ્ત કર્યો છે.
મોરબી જિલ્લાના એક ગોડાઉનમાંથી 400 પેટીથી વધુ નશીલા સિરપનો જથ્થો એલસીબીએ ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબી ટીમે ખાનગી ગોડાઉનમાંથી આશરે પોણા બે કરોડનો નશીલી કફ સિરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તે ઉપરાંત મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોડાઉનના સંચાલક મનીષ પટેલની પણ ધરપકડ કરી છે.
મોરબીના રંગપર નજીક એલસીબીએ મોટો દરોડો પાડ્યો છે. જેમાં કોડીન કફ સીરપ અંદાજે 400થી વધુ પેટીમાં આશરે 6800 લિટર હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કે હાલ ગણતરી ચાલુ છે અને ત્રણ શખ્સોને દબોચી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રભરમાં કોડીન કફ સિરપથી નશાનો કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. જેની સામે મોરબી એલસીબીએ કડક હાથે કામ લીધું છે. એલસીબી પીઆઈ ડી એમ ઢોલને મળેલ બાતમીના આધારે રંગપર નજીક આવેલ આર ટાઇલ નામના એક ગોડાઉનમાં દરોડો પાડ્યો છે. જ્યાં મોટા પ્રમાણમાં આ નશાકારક સિરપનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હતો.
હાલ ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. અહીં અંદાજે 400 પેટીથી વધુ સીરપની બોટલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ ત્રણેય શખ્સોની પુરછપરછ પણ ચલાવવામાં આવી રહી છે.
તપાસમાં સામે આવ્યું હતું કે, આ નકલી સિરપનો જથ્થો ઝારખંડથી આવ્યો હતો. તે ઉપરાંત પોલીસે નકલી સિરપનો જથ્થો મોકલનાર ઈસમ રવી પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે મોરબી તાલુકામાં પોલીસે ગુનો નોંધીને આગળ તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ રાજકોટની ભાગોળે આવેલા શાપર (વેરાવળ) તાબેના પડવલા ગામની સીમમાંથી આયુર્વેદિક સીરપના ઓઠા તળે નશા યુક્ત પીણું બનાવતું કારખાનું પોલીસે પકડી પાડ્યું હતું. પોલીસને બાતમી મળી હતી જેના આધારે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આયુર્વેદિક હર્બલ સીરપના નામે નશાયુક્ત પીણું બનાવવાનું કારખાનું ધમધમતું હોવાનું જાણવા મળ્યું હતું. ગોડાઉનમાં તપાસ કરતા અહીંથી આયુર્વેદિક હર્બલ સીરપના નામે નશીલું પ્રવાહી ભરેલી 4850 બોટલ, નશીલું પ્રવાહી બનાવવા માટે એસેન્સ ફ્લેવરની 25 બોટલ, પ્લાસ્ટિકની ખાલી બોટલ તેમજ ઢાંકણા, નશીલું પ્રવાહી બનાવવા માટેની મશીનરી વગેરે મળી કુલ રૂ.6.13 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
નશાકારક સિરપનો જથ્થો ઝારખંડથી લવાયો’તો
પોલીસમાંથી પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર નશાકારક કોડીનનો ઐતિહાસિક જથ્થો ઝારખંડથી લાવવામાં આવ્યો હતો. મામલામાં હાલ એલસીબીની ટીમ દ્વારા મુદ્દામાલની ગણતરી કરાઈ રહી છે. ઝડપાયેલા શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. એલસીબીએ હાલ સુધીમાં ગોડાઉન સંચાલક અને ડ્રાયવર-ક્લિનરની ધરપકડ કરી છે.
રવિ પટેલ નામના શખ્સે નશીલો પ્રવાહી મંગાવ્યાનું પ્રાથમિક અનુમાન
એલસીબી દ્વારા સમગ્ર મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મામલામાં ગોડાઉન સંચાલક મનીષ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જયારે ગોડાઉન રવિ પટેલ નામના શખ્સે ભાડે રાખ્યાનું સામે આવ્યું છે. રવિ પટેલ હાલ પોલીસ પકડથી દૂર છે પણ નશીલો પ્રવાહી રવિ પટેલે જ મંગાવ્યાનું હાલ પ્રાથમિક અનુમાન છે.