તાજેતરમાં થયેલી મચ્છુ ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે શોર બકોર ન કરવા સમર્થકોને સૂચના અપાઈ

મોરબી જિલ્લાની મોરબી માળીયા બેઠક પર ભાજપ તરફથી કોને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તેની મોરબીના લોકો કાગડોળે રાહ જોતા હતા અને અંતે લોકો ના મનની વાત ભાજપ હાઈ કમાનડે સાંભળી હોય તેમ કાંતિલાલ અમૃતીયા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

morbi2

જે બાદ કાંતિલાલ સવારે જ્યાંથી સૌ પ્રથમ 2022ની વિધાનસભાની ચૂંટણી માં ઝંપલાવવાની જાહેરાત કરી હતી તે પરશુરામ ધામ મોરબી ખાતે વિજય યજ્ઞ કર્યો હતો અને બાદમાં મોરબીની બ્રહ્મપુરી સોસાયટી ખાતે શિવ મંદિરના શીલન્યાસમાં હાજરી આપીને ફોર્મ ભરવા તરફ આગેકૂચ કરી હતી જેમાં કાંતિલાલ ના નિવાસ સ્થાને સવારથી જ સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો હતો અને મચ્છુ દુર્ઘટનાને પગલે કાંતિલાલ દ્વારા તેમના તમામ સમર્થકોને ફટાકડા ન ફોડવા, ઢોલ ત્રાંસા ન વગાડવા અને મીઠાઈ ન વેચવા સૂચના અપાઈ હતી અને મંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તેમજ પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયા અને મોરબી શહેર તેમજ જિલ્લા ભાજપના આગેવાનો અને હજારો સમર્થકો સાથે પોતાના નિવાસ સ્થાનેથી પગપાળા મોરબી તાલુકા સેવા સદન ખાતે પહોંચીને ઉમેદવારી નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.