મોરબીમાં ૧.૪, કચ્છના ભચાઉમાં ૧.૨ અને બેલામાં ૨.૪ની તિવ્રતાનો આંચકો
સૌરાષ્ટ્ર-કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાઇ રહ્યા છે ત્યારે ફરી એકવાર મોરબી અને કચ્છ જીલ્લાની ધરા ધ્રુજી હતી જેથી લોકોમાં પણ ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ગઈકાલે બપોરે ૪:૩૯ કલાકે મોરબીથી ૧૫ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે ૧.૪ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યારબાદ મોડીરાતે ૧:૩૫ કલાકે કચ્છના ભચાઉથી ૨૨ કિમી દૂર ૧.૨ની તીવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. જ્યારે આજે વહેલી સવારે કચ્છના બેલાથી ૪૮ કિમી દૂર નોર્થ નોર્થ વેસ્ટ ખાતે ૨.૪ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
વારંવાર આવતા આંચકાથી લોકો ડરી ગયા છે. ઠંડી વધતાની સાથે જ ભૂકંપના આંચકા પણ વધી રહ્યા છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી