મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન આજે તા.22ના રોજ સવારના ફરીયાદી વિમલેશકુમાર લાલુપાલ વાળાને સી.એન જી રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી રોકડ રૂ.24000 ની ચોરી કરી ધકો મારી નાસી જતા રહેલ હોય.
જેથી તપાસ દરમ્યાન પો.હેડ કોન્સ રામભાઇ મંઢ તેમજ પો.કોન્સ સંજયભાઇ બાલાસરાને ખાનગી બાતમીદારોથી માહીતી મળેલ હોય કે, મોરબી શનાળા ગામ ધુનડા રોડ ઉપર બનાવમાં ઉપયોગ થયેલ સી.એન જી રીક્ષા સાથે ત્રણ ઇસમો શંકાસ્પદ હાલતમા ઉભેલ હોય જેથી સર્વેલન્સ ટીમ જગ્યાએ જઈ જોતા આરોપી ધનજીભાઇ ઉર્ફે જાડીયો દેવજીભાઇ ગડાણી , ગોરધનભાઇ ઉર્ફે ભુરો દેવજીભાઈ ગડાણી કિશન દિનેશભાઈ કુમતીયા (રહે-રાજકોટ જામનગર રોડ ઘંટેશ્વર પાર્ક જીથરીયા પીરની દરગાહની, બાજુમાં ર5 વારીયા સરકારી આવાશ માં કવાર્ટરને,પ67)ને પકડી પાડ્યા હતા. ત્રણેય ઇસમો પાસેથી ચોરીમા ગયેલ રોકડ રૂપીયા તેમજ ફરીયાદીનું ચોરી થયેલ આધારકાર્ડની નકલ મળી આવતા રોકડ રૂપીયા તેમજ બનાવમાં ઉપયોગમાં લેવાયેલ સી.એન.જી રીક્ષા કબ્જે કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.