રસ્તા પર બાઈક આડુ રાખી બેઠેલા શખ્સોને ટપારતા ધોકા – પાઇપ અને ધારિયા વડે તૂટી પડ્યા: ત્રણ ઘાયલ

 

મોરબીના સક્તસનાડા ગામે કાયદો અને વ્યવસ્થા કથડાતી જોવા મળી રહેતી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સામાન્ય બાબતે પિતા, પુત્ર અને દાદા પર હુમલો થતાં તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રસ્તા પર બાઈક આડે રાખીને બેઠેલા શખ્સોને ટપારતા ઉશ્કેરાયેલા આવારાતત્વોએ ધોકા, પાઇપ અને ધારિયા વડે તૂટી પડ્યા હોવાનુ જણાવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સક્તસનાડા ગામમાં રહેતા બાબુભાઈ આંબાભાઈ સોલંકી (ઉ.વ.65), તેમના પુત્ર મહેશભાઈ બાબુભાઈ સોલંકી તથા તેમના પુત્ર રાહુલ મહેશભાઈ સોલંકી પર તેમના પાડોશમાં રહેતા મહિપત, લાલજી, મયુર અને ગોવિંદ સહિતનાઓએ ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો કરતા પિતા,પુત્ર અને દાદાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના અંગે મહેશભાઈને પુત્ર નીતિને જણાવ્યું હતું કે પોતે સ્કુલવાનનું કામકાજ કરે છે. નીતિન પોતાની કારમાં ઘર તરફ આવતો હતો તે દરમિયાન આ લુખ્ખા તત્વો બાઈકને રોડ પર રાખીને બેઠા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી વેળાએ બાઈકને ધૂળ ઉદે તેમ કાર કેમ ચલાવે છે તેમ કરી મહીપત, લાલજી અને મયુર સહિતનાઓએ માથાકૂટ કરી હતી. ત્યાર બાદ ત્રણેય શખ્સો પોતાના અન્ય છ સાગરીતો સાથે આવી ધોકા,પાઇપ અને ધારિયા વડે હુમલો કર્યાનો આક્ષેપ નીતિન સોલંકીએ કર્યા હતા. જ્યારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.