અનેક ગરીબ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેતા ૧૨૦ બેઠકો વધારવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

મોરબીની એકમાત્ર ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં ચાલુ વર્ષે ૨૪૦ બેઠકો જમંજુર થતા એનએસયુઆઈ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાકીદે બેઠક વધારવાની માંગ કરી આજે કોલેજને તાળાબંધી કરવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવમાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ યુવરાજસિંહ ઝાલા સહિતના કાર્યકરો દ્વારા એમ.એમ. સાયન્સ કોલેજમાં બી.એસ.સી. અભ્યાસક્રમની બેઠકો વધારવા માટે કલેકટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં  જણાવ્યા મુજબ  મોરબી જિલ્લામાં માત્ર એક જ ગ્રાન્ટેડ કોલેજ એટલે કે, એમ.એમ. સાયન્સ કોલેજ છે. જેમાં દર વર્ષે વધુ બેઠક હોય છે પણ આ વર્ષે માત્ર ૨૪૦ બેઠક જ મંજુર થતા ગરીબ અને નબળા વર્ગનાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે.  સરકાર ની આવી નીતિ ને કારણે ગરીબ માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે અને વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ કોલેજની ફી ભરવા સક્ષામ નથી અને અભ્યાસમાં હોશિયાર હોય એવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે એમ.એમ. સાયન્સ કોલેજની બેઠકો વધારવા માટે મોરબી જિલ્લા એનએસયુઆઈની માંગણી ઉઠાવવામાં આવી હતી.

વધુમાં જો કોલેજની ૧૨૦ બેઠકો વધારવામાં નહીં આવે તો ઉગ્ર આદોલનની ચીમકી આપી એનએસયુઆઈ દ્વારા આજે કોલેજ ને તાળાબંધી કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જો સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સાયન્સ કોલેજમાં બેઠકો વધારવામાં નહિ આવેતો હજુ પણ જલદ કાર્યક્રમો થકી આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું એનેસયુઆઇ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ અંતમાં જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.