ખેડૂતોના વિવિધ પ્રશ્ર્નો મુદ્દે રોષભેર રેલી યોજી કલેકટરને આવેદન
મોરબી અને માળીયા (મીં) તાલુકાના ૪૦ ગામોના સિંચાઈના પ્રશ્ર્ને હ્યુમન રાઈટસ સંસના નેજા હેઠળ ખેડૂતોની રોષ પૂર્ણ રેલી યોજાઈ હતી અને કલેકટરને આવેદન પત્ર આપીને ૧૫ દિવસમાં હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે ચળવળ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
(મીં) તાલુકામાં ૪૦ ગામોમાં સિંચાઈની સુવિધાની માંગ સો નટરાજ ફાટકી જિલ્લા કલેકટર સુધી રેલી યોજાઈ હતી. જેમાં પાણી અંગેના સૂત્રોના બેનરો સો ખેડૂતો જોડાયા હતા અને જિલ્લા કલેકટર આઈ.કે.પટેલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, મચ્છુ-૨ સિંચાઈ યોજનામાં ૧૪ ગામોનો સમાવેશ કરાયો છે. આ મચ્છુ-૨ ડેમમાંી અન્ય ૪૦ જેટલા ડેમમાં પાણી પહોંચાડવાનું છે. ત્યારે (મીં) તાલુકાના ૪૦ ગામો એવા છે જયાં સિંચાઈની કોઈ સુવિધા ની.
માળીયા (મીં) તાલુકામાં મોટેભાગે ખેતી વરસાદ આધારીત છે અને છેવાડાના ગામોમાં બીજીબાજુી દરીયો લાગતો હોય તળમાં ખાણી ઈ ગયા છે. વરસાદની અનિયમિતતા અને જમીનમાં ખારાશના કારણે જમીનની ખેડભાંગતી ગઈ. ખેડૂતો પરિવાર સો રોજીરોટી માટે સ્ળાંતર કરી જવા લાગ્યા. વર્ષામેડી ગામ જયાં માત્ર ૨ ખેડૂતોના પરિવાર બચ્યા છે.
આમ સિંચાઈનું પાણીની સગવડ ન હોય માળીયા (મીં) તાલુકો પછાત રહી જવા પામ્યો છે અને ર્આકિ નુકશાની વેઠી રહ્યો છે. આ પ્રશ્ર્નોના ઉકેલ માટે મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-૩ ડેમમાંી સિંચાઈનું પાણી તત્કાલ મળતું ાય તેવો હકારાત્મક નિર્ણય ૧૫ દિવસમાં નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેવું હ્યુમન રાઈટસના સેક્રેટરી કે.ડી.બાવરવાએ જણાવ્યું હતું.