પાંચ-વિધર્મી સહિત 13 શખ્સો કારના કાફલા સાથે માર માર્યાનો નોંધાતો ગુનો
મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં શામેલ યુવકે વિધર્મિ યુવકોને બોલાવીને તલવાર ધારીયા જેવા હથિયારો સાથે આયોજકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી.
જાણવા મળતી માહિતી અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે રાજેશભાઇ શેરશિયા એ ફરિયાદ નોંધાવી છે કે મોરબીના મહેન્દ્રનગર ગામે રામનવમી નિમિતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે રથયાત્રામાં રાજેશ નાનજીભાઈ ગોધવીયા નામનો આરોપી રથમાં ચડી ગયો હતો અને આયોજકોએ એને રથમાં બેસવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપી રાજેશે ફરિયાદીને ફોન કરી ધમકી આપી હતી અને ફરિયાદી માફી માંગવા પણ તૈયાર હતા છતાં આરોપીએ રાત્રીના સમયે ફરિયાદીને મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યા હતા ત્યારે ફરિયાદી અને તેમનો મિત્ર સાથે ત્યાં જતા ત્યાં આરોપી રાજેશ નાનજીભાઈ ગોધવીયા તેની સાથે જયેશ દલસાનિયા, શોકત અલી જેડા, તાજ મહમદ મોવર, સહેજાદ અનવરભાઈ, તોફિક સુમરા, જુસાભાઈ ખાખરેચીવાળા, રાજુ પરમાર અને અવી પરેચા, મનીસ નટુભાઇ તેમજ અન્ય ત્રણ જેટલા ઈસમો સાથે આવી આરોપી રાજેશ ગોધવીયા એ ફરિયાદી ને કહ્યું હતું કે હવે સમાધાન નથી કરવું હું મારા મિત્રો ને લઈને આવ્યો છું આજે તને પૂરો કરી નાખવો છે અને ફરિયાદી ને ઢીકા પાટુ નો માર મારેલ હતો તેમજ આરોપીઓ પૈકીના ઈસમોએ નેફા માંથી છરી જેવા હથિયારો કાઢી ને મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે ગ્રામજનો વચ્ચે પડતા ફરિયાદી નો જીવ બચી ગયો હતો અને તમામ આરોપીઓ ફોરચુનર, સ્વીફ્ટ અને અલ્ટો કારમાં બેસી ત્યાંથી નીકળી ગયા હતા ત્યાર બાદ અન્ય આયોજક વિપુલ ભાઈ વિડજા પાસે જઈને તેને પણ આ જ રીતે ઢીકા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.