- આયુષ હોસ્પિટલમાં PMJAY યોજનામાં કૌભાંડ થતું હોવાના આક્ષેપો
- યોજના હેઠળ 20 મહિનામાં 11,393 ક્લેમ કરાયાના આક્ષેપો
- હોસ્પિટલના સ્ટાફ દ્વારા કવરેજ કરવા આવેલ મીડીયા સાથે કરાયું ગેર વર્તન
Morbi News : મોરબીની આયુષ હોસ્પિટલમાં pmjay યોજનામાં કૌભાંડ થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જિલ્લાની 8 હોસ્પિટલો દ્વારા આ યોજના મુજબ 20 મહિનામાં 20,297 ક્લેમ થયા. જયારે માત્ર આયુષ હોસ્પિટલ દ્વારા જ 11393 ક્લેમ કરવામાં આવ્યા જેની રકમ ૩૪ કરોડથી વધુ હોવાના આક્ષેપો કરાયા છે.
જે ક્લેમ જોતા આયુષ હોસ્પિટલ દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત કુલ 46.40 કરોડના ક્લેમ માંથી ખાનગી હોસ્પિટલોમાં જ 43.09 કરોડના ક્લેમ , સરકારી હોસ્પિટલ માં માત્ર 3.31 કરોડના ક્લેમ થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે હોસ્પિટલના સ્ટાફ દ્વારા કવરેજ કરવા આવેલ મીડીયા સાથે પણ ગેર વર્તન કરવામાં આવ્યું હતું.
અહેવાલ : ઋષિ મહેતા