પ્રજાએ મારા પર વિશ્ર્વાસ મુક્તા જવાબદારી વધી ગયાનું જણાવી સાંસદે મતદારોનો આભાર માન્યો

મોરબીમાં કચ્છ લોકસભા બેઠકથી સતત બીજી વખત ૩ લાખથી વધુની લીડ સાથે વિજયી બનેલા સાંસદ વિનોદભાઈ ચાવડાનો અભિવાદન સમારોહ યોજાયો હતો જે પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પરિવારે ૪૮ હજારથી વધુ મતોની લીડ આપવા બદલ પાયાના કાર્યકરો, આગેવાનો અને મોરબીના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો

મોરબી શહેર ભાજપ દ્વારા મતોની સરસાઈ અપાવનારા બુથના કાર્યકરોનું આગેવાનોના હસ્તે સન્માન કરાયું હતું આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડાનું પણ મોરબીની વિવિધ જ્ઞાતિ, સમાજ અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સ્વાગત પ્રવર્ચનમાં શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાએ ઉપસ્થિત તમામને આવકારી જણાવ્યું હતું કે મોરબી હમેશા ભાજપનો ગઢ રહ્યો છે તે ફરી આ ચૂંટણીએ સાબિત કર્યું છે આવનાર સમયમાં ભ્રષ્ટાચારમાં લોથપોથ કોંગ્રેસનું મોરબીમાં નામોનિશાન નહિ રહે અને સમગ્ર મોરબી પંથકમાં કેસરિયો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ હમેશા પ્રજાની સાથે હતા અને રહેશે ત્તેમ જણાવીને આવનાર સમયમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારથી ત્રસ્ત મોરબીને કોંગ્રેસની ચુંગલમાંથી છોડાવવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભારતમાં સૌથી મોટો સંસદીય વિસ્તાર ૪૫૦ કીમીમાં ઝઝૂમીને બીજી વખત ત્રણ લાખથી વધુની સરસાથી વિજેતા બનેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ ૨૦૧૯ ની એતિહાસિક ચુંટણી નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે મોરબી પંથકની પ્રજા, કાર્યકરોને સહકાર અઆપ્નાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો

પોતાની ગ્રાન્ટમાંથી મોરબીના વિકાસ કાર્યો માટે પ્રથમ ચરણમાં જ ૪૨ લાખ વાપરવાની જાહેરાત કરી હતી મોરબીથી લાંબા અંતરની ટ્રેન મળે, મોરબીને એરપોર્ટ મળે, ઓવરબ્રિજ-અન્ડરબ્રીજ બનાવવા તેમજ જે જે કેન્દ્ર સરકારમાં આવતા ઉદ્યોગ સહિતના કામોમાં બમણી ગતિથી કામ કરશે તેવી ખાતરી આપી હતી

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ સરકારે દેશમાં પાંચ વર્ષમાં અનેક વિકાસના કામો કર્યા અને અમે પણ તેના સહભાગી બન્યા અને રાજકોટને એઈમ્સ સહિતની સુવિધાઓ અપાવવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા સાથે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ ચુંટણીના પરિણામોમાં નરેન્દ્રભાઈની તમામ સ્તરના લોકો માટે હિતકારી યોજનાઓ વર્ણવી હતી

આ તકે પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, મોરબી કચ્છ પ્રભારી બીપીનભાઈ દવે, મેઘજીભાઈ કણઝારીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયા, દિલુભા જાડેજા અને જયુભા જાડેજા, મોરબી કચ્છ જીલ્લા ભાજપ આગેવાનો, તમામ મંડળના કાર્યકરો વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે પી જેસ્વાણી, હસુભાઈ પંડ્યાએ કર્યું હતું વ્યવસ્થા જયરાજસિંહ જાડેજા, ભાવેશભાઈ કણઝારીયા, રીષીપભાઈ કૈલા સહિતનાઓએ સાંભળી હતી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.