મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું. અને  મોરબીની સેશન્સ કોર્ટમાં પોલીસ દ્વારા 1262 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેની આરોપીઓને નકલ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ તરફે કોઈ વકીલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા આરોપીઓને ખાનગી વકીલ રાખવા સમય આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, મોરબી ઝૂલતા પુલ કેસમાં આરોપીઓને ચાર્જશીટની નકલ આપવામાં આવી છે. અને 1262 પાનાની ચાર્જશીટની સત્તાવાર રીતે નકલ સોંપવામાં આવી છે. જયારે આ કેસમાં આગામી 1 ફેબ્રુઆરીનાં રોજ ફરી સુનવણી હાથ ધરાશે, ત્યારે ઉલ્લેખનીય છે કે, મોરબીના બાર એસસિયેશન દ્વારા આરોપીઓ તરફે કેસ ન લડવાનો  નિર્ણય લેવાયો છે.

જેને પગલે આરોપીઓ તરફે કોઈ વકીલ હાજર રહ્યા ન હતા. જો કે, હાલ પૂરતી કાર્યવાહીમાં કોર્ટ દ્વારા આરોપીઓના વકીલ તરીકે શબાનાબેન ખોખરની નિમણુક કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.