લીગલ એઇડ ડિફેન્સ કોઉન્સીલની દલીલોને અંતે ફોજદારી કેસના આરોપીઓ જેલ મુક્ત
મોરબી જીલ્લા કાનુની સેવા સતા મંડળ કોર્ટમાં ચાલતા ગંભીર પ્રકારના ગુનાઓનાં કેસમાં આર્થિક રીતે નબળા તેમજ અન્ડર ટ્રાયલ પ્રિઝનરનાં સક્ષમ અને યોગ્ય બચાવ અર્થે લિગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલના ચીફ તરીકે શબાના એમ. ખોખર તથા લિગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલના આસિસ્ટન્ટ ચીફ તરીકે જીકલ એ. રાજકોટીયા તથા મયુર એ. પઢીયારનાઓની નિમણુક કરવામાં આવેલ હતી જેઓ ધ્વારા મોરબી સેસન્સ કોર્ટમાં ચાલતા ચાર કેસમાં આરોપીપક્ષે દલીલો કરી તમામ કેસમાં આરોપીને ન્યાય અપાવી જેલમુક્ત કરાવ્યા છે.
જેમાં પ્રથમ ફોજદારી કેસમાં સ્પે. એટ્રોસીટી કેસના આરોપી રાજાભાઈ રતાભાઈ ગમારા વાળા વિરૂધ્ધ આઈપીસી કલમ તથા એટ્રોસીટી મુજબની ફરીયાદ નોંધાયેલા હતી. જેમાં ફરીયાદપક્ષે 7 સાહેદો તપાસવામાં આવેલ હતા તથા 10 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા. જે ફરીયાદ અન્વયેનો એટ્રોસીટી કેસમાં મોરબીના બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાંચાલી જતા, ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈ, આરોપી વિરૂધ્ધ કેસ સાબિત નહિ થતા, આરોપી રાજાભાઈ રતાભાઈ ગમારાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ ફરમાવવામાં આવ્યો છે.જયારે બીજા કેસમાં સ્પે.પોકસો કેસના આરોપી બાબુભાઈ મેરૂભાઈ કારૂ વિરૂધ્ધ ઈન્ડિઅન પીનલ કોડની કલમ-376 તથા પોકસો એકટ મુજબની ફરીયાદ નોંધાયેલ હતી. જેમાં 36 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં ફરીયાદ પક્ષે 8 સાહેદો આવેલ હતા. જે ફરીયાદ અન્વયેનો સ્પે. પોકસો કેસ મોરબીના અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા, ચીફ લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈ, આરોપી વિરૂધ્ધ કેસ સાબિત નહિ થતા, આરોપી બાબુભાઈ મેરૂભાઈ કારૂને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
ત્રીજા સેશન્સ કોર્ટમાં ચાલતા કેસના આરોપી વનરાજ ઉર્ફે વનો ચતુરભાઈ તલસાણીયા વિરૂધ્ધ આઇપીસી કલમ 302 તથા જી.પી એકટની કલમ-135 મુજબની ફરીયાદ નોંધાયેલ હતી. જેમાં ફરિયાદ પક્ષે 10 સાહેદો તપાસવામાં આવેલ હતા તથા ર0 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા. જે ફરીયાદ અન્વયે સેશન્સ કેસ મોરબીના બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાંચાલી જતા, ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈ, આરોપી વિરૂધ્ધ કેસ સાબિત નહિ થતા, આરોપી વનરાજ ઉર્ફે વનો ચતુરભાઈ તલસાણીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
જયારે ચોથા સેશન્સ કોર્ટ કેસના અરોપી છગનભાઈ નવલાભાઈ ડામોર વિરૂધ્ધ ઈન્ડિઅન પીનલ કોડની કલમ 302, 337, 323 તથા જી.પી એકટની કલમ મુજબની ફરીયાદ નોંધાયેલ હતી. જેમાં ફરીયાદ પક્ષે 28 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા. જે ફરીયાદ અન્વયેનો સેશન્સ કેસ મોરબીના બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા, ચીફ લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલની ધારદાર દલીલોને ધ્યાને લઈ, આરોપી વિરૂધ્ધ કેસ સાબિત નહિ થતા, આરોપી છગનભાઈ નવલાભાઈ ડામોરને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આરોપી તરફે મોરબી ડીસ્ટ્રીકટ લીગલ એઈડ વિભાગના શબાના એમ. ખોખર સાથે આસી. જિંકલ એ. રાજકોટીયા તથા મયુર એ. પઢીયાર રોકાયેલ હતા.
આમ એક પૈસા ન ખર્ચી શકતા નબળા વર્ગના લોકોના ફોજદારી કેસ માટે રાજ્ય કાનૂની સત્તા મંડળ દ્વારા લીગલ એઇડ ડિફેન્સ કોઉન્સેલ શરૂ કરી એક સારૂ ઉદાહરણ પુરું પાડવામાં આવેલ છે.