ઢીકાપાટુનો માર મારી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા નોંધાતો ગુનો
મોરબીના શનાળા રોડ પર એક્ટિવા ભટકાવવા બાબતે બે યુવકોએ એકટીવા ચાલકને આવુ શા માટે કરો છો એવુ પુછતા ઉશ્કેરાયેલ એક્ટીવા ચાલકે સ્થળ પર આવી યુવકને ફડાકા મારેલ તેમજ તેના પિતા સ્થળ પર આવી એક્ટીવા ચાલકને સમજાવતા તુ અહિથી જતો રહે નહિતર તને પુરો કરી નાખીશ તેમ કહી ઇસમે ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એકટ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ન્યુ.ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળા રોડ ખાતે રહેતા મીહિરભાઇ રાજેશભાઇ ચૌહાણ તથા તેઓના મીત્ર નીત કાનાણી એમ બન્ને નીત કાનાણીનું જીજે 36 એબી 7011 નંબરનું એકટીવા લઇ મોરબી જુના બસસ્ટેન્ડ પાસે આવેલ ઓમકાર ટેલીકોમમા મોબાઇલ ફોન રીપેરીંગમા આપવા ગયેલ અને ત્યાથી પોતાના ઘર તરફ પરત જતા હતા તે વખતે જીજે 36 એન 7530 નંબરના એકટીવાના ચાલક આદિત્યરાજ દરબારે ફરિયાદીનાં વાહનને ઓવરટેક કરવા જતા ફરિયાદીનુ એકટીવા આડુ આવતા આરોપીએ ફરિયાદીના એકટીવાની પાસે પોતાનુ એકટીવા લઇ ચાર પાંચ વખત પોતાનુ એકટીવા અથડાવવાનો પ્રત્યત્ન કરતા ફરિયાદીએ પોતાના એકટીવા ઉભુ રાખી આરોપી એકટીવા ચાલકને આવુ શા માટે કરો છો એવુ પુછતા આરોપી એકટીવા ચાલકે ફરિયાદીને તુ કેવો છો એવુ પુછતા ફરિયાદીએ પોતે અનુસૂચીત જાતિના હોવાનુ જણાવતા આરોપી એકટીવા ચાલકે તેને ગાળો આપી તેમજ આરોપીના ઓળખીતા ભાઇએ સ્થળ પર આવી ફરિયાદીને ગાલ-ચહેરા ઉપર ફડાકા મારી મુંઢ ઇજા કરી તેમજ ફરિયાદીએ પોતાના પીતાને ફોન કરતા ફરિયાદીના પીતા રાજેશભાઇ આવી જતા તેઓએ આરોપીઓને મારા દિકરા ઝગડો કેમ કરો છો એવુ પુછતા આરોપીઓએ તેઓને જાહેરમા જાતિ પ્રત્યે હડધુત કરી રાજેશભાઇને તુ અહિથી જતો રહે નહિતર તને પુરો કરી નાખીશ એવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.