ચાર શખ્સો સામે નોંધાતો ગુનો
મોરબી તાલુકાના જશમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે માર્કેટમા મુરધી વેચવાનો થડો ચાલુ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ચાર ઈસમોએ યુવક સાથે બબાલ કરી તેને ઢોર માર માર્યો હતો. જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના વીસીપરા કુલીનગર-2 વાડી વિસ્તારમાં રહેતા મુળ કચ્છના ભચાઉના યુવક તૈયબભાઇ ગુલમામદભાઇ માણેકે, નિજામભાઇ ફતેમામદભાઇ મોવરને તેમના જશમતગઢ ગામની સીમ પાવડીયારી કેનાલ પાસે આવેલ મુરધીના થડાની બાજુમા તેના કાકાને મુરધી વેચવાનો થડો નાખવો છે. જે વાત નિજામભાઇને ન ગમતા આ બાબતે બોલાચાલી થતા આરોપી નિજામભાઇએ તૈયબભાઇ સાથે બોલાચાલી કરી ગાળો આપી હાજીભાઇ ફતેમામદભાઇ મોવર, ફારૂકભાઇ ફતેમામદભાઇ મોવર તથા મહમદસીદીકભાઇ ફતેમામદભાઇ મોવર સાથે મળી ફરિયાદી પર ધારીયા વડે હુમલો કર્યો હતો. તથા ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારતા ફરિયાદી તૈયબભાઇ ગુલમામદભાઇ માણેક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અને સમગ્ર મામલે ચારેય આરોપીઓ વિરોધ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.