-
૨૮૫ દેશોના ચલણી સિક્કા, ચલણી નોટો અને તપાસ ટીકીટ તેમજ વિશ્વના રાજનેતાઓના પત્રો તેમજ ફોટોગ્રાફનો અલભ્ય સંગ્રહ
-
લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સતત છઠ્ઠી વખત સ્થાન પ્રાપ્ત કર્યું
મોરબી ન્યૂઝ
મોરબીના યુવા એડવોકેટ મિતેષ દવેએ ૨૮૫ દેશોના ચલણી સિક્કા, ચલણી નોટો અને તપાસ ટીકીટ તેમજ વિશ્વના રાજનેતાઓના પત્રો તેમજ ફોટોગ્રાફનો અલભ્ય સંગ્રહ કર્યો છે જેના માટે અગાઉ પણ તેઓ અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યા છે તો આજે તેમને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સતત છઠ્ઠી વખત સ્થાન પ્રાપ્ત કર્યું છે.
મોરબીના રહેવાસી અને હાલ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલ મિતેષ દિલીપકુમાર દવેને નાનપણથી જ વિવિધ સિક્કાઓ અને ટપાલ ટીકીટ સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે ધોરણ ૫ માં અભ્યાસ કરતા સમયથી આ શોખ તેમને લાગ્યા બાદ ભારત સરકારની તમામ ટંકશાળ દ્વારા બહાર પડાયેલ સિક્કાઓ અને ભારતીય રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નરથી લઈને હાલના ગવર્નર શશીકાંત દાસ સુધીના તમામ ગવર્નરની સહીઓ વાળી નોટ સંગ્રહમાં સામેલ છે.
તેમની પાસે ભારત ઉપરાંત વિશ્વના કુલ ૧૯૨ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશ અને અન્ય ૯૩ નેશન મળીને કુલ ૨૮૫ દેશના ચલણ અને તપાસ ટીકીનો સંગ્રહ છે મિતેષ દવે પાસે ઇન્ટરનેશનલ બેંક નોટ સોસાયટી ઓસ્ટ્રેલીયાનું સભ્યપદ છે જે કાર્યમાં તેમને માતા પિતા અને નાના ભાઈ એડવોકેટ દર્શન દવે તેમજ ગોધરા નિવાસી અર્પિતભાઈ ક્રિશ્ચિયન પણ ઘણી મદદ કરી છે.મીતેષભાઇ અત્યાર સુધીમાં લિમ્કા બૂક ઓફ નેશનલ રેકોર્ડ (છ વખત), ઇન્ડિયા બૂક રેકોર્ડ, આસિસ્ટ વર્લ્ડ રેકોર્ડ, ઇન્ક્રેડીબલ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ રેકોર્ડ ફોરમ સહિતના એવોર્ડ જીતી ચુક્યા છે
ઋષિ મહેતા