માળીયા મી. ના અણિયારી ટોલનાકા પર ટ્રક ડ્રાઇવરને ટોલનાકા ના કર્મચારીએ માર મારતા મામલો બીચકયો હતો જેને પગલે ત્યાંથી પસાર થતા 150 કરતા વધુ ટ્રક ચાલકો એ પોતાના ટ્રકને ટોલનાકા પર જ રોકી ને રોષ વ્યકત કર્યો હતો. અને ટોલનાકાના કર્મચારીઓ અવાર નવાર દાદાગીરી કરતા હોવાનો અને ડ્રાઇવરો ને માર મારતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમજ આટલી મોટી સંખ્યામાં ટ્રકો થોભી જતાં ત્રણ કિમી સુધી વાહનોની કતારો લાગી હતી જેને પગલે હળવદ માળીયા અને કચ્છ હાઇવે ને જોડાતાં નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર હાલ ઠપ્પ થયો છે. આ ઘટનાની જાણ માળીયા પોલીસને થતા જ માળીયા મી. પીએસઆઈ વી.જે.જેઠવા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.