મોરબીમાં ખાવાનું માંગવા જેવી નજીવી બાબતે આધેડને છરીના ઘા ઝીકી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના શાંન્તિનગર, થાના ચટીયા ખાતે રહેતા રમેશકુમાર ખુર્રમ યોગી નામના આધેડ મજુરી અર્થે મોરબી આવેલ હોય અને કોઇ કામ ધંધો નહી મળતા રેલ્વે સ્ટેશન રોડ તરફ વીસીફાટક નજીક છેલ્લી ઇંડાની લારી પાસે બેઠેલ એક બહેન પાસે ખાવાનુ માંગતા જેથી બહેને ખાવા દેવાની આનાકાની કરી છણકો કરતા ફરીયાદીએ તે બહેનને આ રીતે નહી કરવા કહેતા તે બહેનની બાજુમાં બેઠેલ અજાણ્યો માણસ જે એકદમ ઉશ્કેરાઇ જઇ ઉભો થઇ ફરીયાદી પાસે ગયેલ અને તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરિયાદી આધેડને મારી નાખવાના ઇરાદે પેટના ભાગે છરીનો એક ઘા મારી દઇ ગંભીર જીવલેણ ઇજા કરી આંતરડા બહાર નીકળી જતા અજાણ્યો માણસ નાસી છૂટ્યો હતો. જે સમગ્ર મામલે ભોગ બનનાર રમેશકુમાર ખુર્રમ યોગીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત