- ટંકારામાં મુકેશ સોલંકી નામના યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- લગ્ન બાદ બીજે દિવસે દુલ્હન તુલસી ગોસાઈ થઇ ફરાર
- એક લાખ રૂપિયા પરત લેવા માટે યુવકે ફોન કરતાં ફોન સતત સ્વીચ ઓફ આવતા ફૂટ્યો ભાંડો
- ફરિયાદી યુવકે બનાવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Morbi : ટંકારામાં મુકેશ સોલંકી નામના યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની છેતરપિંડી કરી હતી. આ દરમિયાન લગ્ન બાદ બીજે દિવસે દુલ્હન તુલસી ગોસાઈ ફરાર થઈ હતી. એક લાખ રૂપિયા પરત લેવા માટે યુવકે ફોન કરતાં ફોન સતત સ્વીચ ઓફ આવતા તેનો ભાંડો ફૂટ્યો હતો. તેમજ ફરિયાદી યુવકે બનાવ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરબીના ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની છેતરપિંડી કરી હતી. તેમજ મુકેશ સોલંકી નામના યુવક સાથે યુવતીના લગ્ન કરાવી વચેટિયાઓએ એક લાખ રૂપિયા લીધા હતા. તેમજ લગ્ન બાદ બીજે દિવસે દુલ્હન તુલસી ગોસાઈ પરત જતી રહી હતી. આ દરમિયાન એક લાખ રૂપિયા પરત લેવા માટે યુવકે ફોન કરતાં ફોન સતત સ્વીચ ઓફ આવતા યુવતીનો ભાંડો ફૂટ્યો હતો.
આ દરમિયાન ફરિયાદી યુવક મુકેશ ચાવડા, દુલ્હન તુલશી ગોસાઇ તેમજ જોશના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ટંકારા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : ઋષિ મહેતા