મોરબીના વેજીટેબલ રોડ પર મોબાઈલ ચોરી લીધાની શંકા રાખીને મિત્ર એ મિત્રની હત્યા કરી દેવાનો બનાવ સામે આવ્યો છે. કચ્છ માતાના મઢ ચાલીને જતાં લોકો માટે સેવા કેમ્પમાં જવાનું વિચારતા બે મિત્રો તૈયારી કરતા હતાં. ત્યારે મોબાઈલ બાબતે માથાકુટ કરી ત્રીજા મિત્ર એ છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં એકનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. તેમજ એક યુવાન ઇજાગ્રસ્ત થતાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી અને આરોપી ઈરફાન જામ વિરૂદ્ધ કાર્યવાહી શું કરી હતી.
મળતી મહતી મુજબ આ કેસનો આરોપી,મૃતક શામજી ચાવડા અને જગદીશ બારોટ આમ આ ત્રણે મિત્રો હતા તે દરમિયાન ઈરફાન જામ નામના વ્યક્તિને પોતાનો મોબાઈલ ગુમ થયો હોવાની જાણ થઈ અને તેને શંકા ગઈ મૃતક શામજી ચાવડા પર જે બાદ બોલાચાલી પણ થઈ અને ઈરફાન જામ ને ખૂબ ગુસ્સો આવ્યો ત્યાર બાદ તે પોતાના ઘરે ગયો અને ઘરેથી છરી લઇને પરત એ સ્થળ ઉમા વિદ્યા સંકુલ પાસે આવ્યો કે જ્યાં મૃતક શામજી અને ઈજાગ્રસ્ત જગદીશ બન્ને મિત્રો પોતાના અન્ય મિત્રો સાથે કારમાં બેસી આશાપુરા માતાજી મઢ પદયાત્રી સેવા કેમ્પ માં જવાની તૈયારી કરતા હતા ત્યાં આવીને ઈરફાન જામ એ ગાડી નો દરવાજો ખોલી સીધો જ છરી કાઢીને શામજી અને જગદીશ પર અંધાધૂંધ હુમલો કરી દીધો હતો અને આ ગુના ને અંજામ આપી આરોપી ઈરફાન ત્યાંથી નાસી છૂટયો હતો.
હુમલામાં ઈજાગ્રસ્ત બન્ને મિત્રો ને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ પણ તુરંત પહોંચી ગઈ હતી જે બાદ ડોકટરે તપાસ કરતા બન્ને મિત્રો પૈકી શામજી મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળતાં સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો અને પોલીસ એ બનાવની ગંભીરતા સમજી તાબડતોબ ટીમોને કામે લગાડી હતી. બનાવ સ્થળની આજુબાજુમાં આવેલ ઝાડી ઝાંખરા,આરોપીના ઘર, તેમજ ઉપલેટા ખાતે આવેલ આરોપીના સગા ના ઘરે પણ ઉપલેટા પોલીસ સાથે સંકલન કરી ને વીચ ગોઠવવામાં આવી હતી સતત 24 કલાકની મહેનત બાદ અંતે આરોપીને પોલીસે મોરબીમાં આવેલ માળીયા ફાટક નજીક થી જ ઝડપી પાડયો હતો તેમજ આ ગુનામાં ઉપયોગ કરેલ છરી પણ તેને બનાવ સ્થળથી આગળ એક વરંડા માં ફેંકી દીધી હોવાનું જણાવતા પોલીસે તે છરી પણ શોધી કાઢી હતી અને આરોપી ઈરફાન જામ વિરૂદ્ધ કાર્યવાહી આરંભી હતી.આરોપી ઈરફાન વિરૂદ્ધ ભૂતકાળમાં દારૂ અંગેના ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.
ઋષિ મહેતા