મોરબી શહેરમાં પાનની દુકાન ધરાવતા નરાધમે વિમલ આપવાના બહાને યુવતીને અવાવરૂ ઓરડીમાં લઇ જઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ પોતાના પરિવારને જાણ કરતા ભોગ બનનારના ભાઈ દ્વારા પોલીસ મથકમાં દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધ આરોપી વિરુદ્ધ આઇપીસી 376 કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેપારીએ ઓરડીમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો

દુષ્કર્મ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર પાનની દુકાન ધરાવતા ગોપાલભાઈ ભોજાભાઈ મકવાણા રહે.મોરબી વાવડી રોડ ભગવતીપરાએ ભોગ બનનાર યુવતી કે જે આરોપી ગોપાલભાઈ ભોજાભાઈની પાનની દુકાને અવાર નવાર વિમલ પાન-મસાલા લેવા આવતી હોય ત્યારે ગત તા.01 જાન્યુ. ના રોજ રાત્રે 8.30 વાગ્યાના અરસામાં આરોપીની પાનની દુકાને ભોગ બનનાર યુવતી વિમલ લેવા જતા આ નરાધમ આરોપીએ વિમલ આપવાના બહાને પાનની દુકાનની શેરીમાં આવેલ અવાવરૂ ઓરડીમાં લઇ જઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બનેલ બનાવ અંગે ભોગ બનનાર યુવતીએ પોતાના પરિવારમાં જાણ કરતા સમગ્ર દુષ્કર્મના બનાવ અંગે યુવતીના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.