-
63 મોબાઇલ શોધી મૂળ માલિકને એકસાથે પોલીસ મથકમાં બોલાવી સુપરત કરાયા
-
સીટી એ ડિવિઝન દ્વારા આ CEIR વેબપોર્ટલ દ્વારા કામગીરી કરાઇ
મોરબી ન્યૂઝ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના બાહોશ અને કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં ખોવાયેલા કુલ કિ.રૂ.આશરે 11.50 લાખના 63 મોબાઇલ શોધી મૂળ માલિકને એકસાથે પોલીસ મથકમાં બોલાવી સુપરત કરવામાં આવ્યા હતા. ત્યારે ખોવાયેલ મોબાઇલ પરત મળતા આમ જનતાએ પોલીસની પ્રસંશીય કામગીરીના ખુલ્લે મને પ્રશંસા કરી પોલીસ ડિપાર્ટમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં ખોવાયેલા મોબાઇલ અંગેની અરજી જે તે સમયે સીટી એ ડિવિઝનમાં આપવામાં આવેલી હતી. ત્યારે સરકાર દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત CEIR વેબસાઈટ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ મોબાઇલ ખોવાય તો તે વ્યક્તિ મોબાઇલ બ્લોક કરાવી શકે છે. અને પોલીસ વિભાગ પણ આ વેબસાઈટના માધ્યમથી ખોવાયેલા મોબાઇલ શોધી સહજે છે. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન દ્વારા આ CEIR વેબપોર્ટલ દ્વારા કુલ 63 મોબાઇલ શોધી તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા.
ખાસ નોંધ:વધુમાં પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા દ્વારા લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો કે અત્યારે જે ખોવાયેલ મોબાઇલ લોકો લે છે તે બિલ વગરના લે છે તો દરેક લોકોને જણાવવાનું કે બિલ અથવા કોઈ આધાર પુરાવા વગરના કોઈ પણ નવા કે જુના મોબાઈલની ખરીદી કરવી નહિ.