- ફાઇનાન્સની ઓફીસમાંથી ચોરી કરનાર 4 ઈસમોની ધરપકડ
- ક્રાઇમ બ્રાન્ચ અને સિટી A ડિવિઝન પોલીસ ટીમ દ્વારા કરાઈ કાર્યવાહી
- 7 લાખની રોકડ રકમ કરાઈ કબ્જે
Morbi : શનાળા રોડ પર લાઈટ માઇક્રો ફાઇનાન્સ નામની ઓફીસમાંથી રાત્રીના કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ઓફીસના શટ્ટરની ચાવી તથા લોકરની ચાવી બનાવી ઘર ફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જેને લઇને મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને સિટી A ડિવિઝન પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં નવલખી રોડ રેલ્વે સ્ટેશન પાસેથી બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત પૂછપરછમાં અન્ય બે ઈસમો મળી કુલ ચાર આરોપીને રૂ. 7 લાખની રોકડ રકમ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, મોરબી શનાળા રોડ સત્યમ પાન વાળી શેરીમાં લાઈટ માઇક્રો ફાઇનાન્સ પ્રાઈવેટ લીમિટેડ નામની ઓફીસમાંથી ગઇ તા.15/11/2024ના રાત્રીના સાડા દશેક વાગ્યાના આસપાસ કોઈ અજાણ્યા ચોર ઇસમોએ ઓફીસના શટ્ટરની ચાવી તથા લોકરની ચાવી બનાવી ઘર ફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જેને લઇને મોરબી ક્રાઇમ બ્રાન્ચ અને મોરબી સિટીએ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં મોરબી નવલખી રોડ રેલ્વે સ્ટેશન પાસે ભોજાબાપાના પુતળા પાસેથી બે ઇસમોને પકડી તેની પૂછપરછ કરી અન્ય 2 ઈસમો મળી કુલ 4 આરોપીને રોકડ રૂ. 7,01,500ની રોકડ રકમ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી વાળાએ આપતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો હતો. જે ગુન્હા અંગે મોરબી ક્રાઈમ બ્રાન્ચ અને મોરબી સિટીએ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક ટીમ બનાવ સ્થળની આજુબાજુમાં લગાવવામાં આવેલ નેત્રમ પ્રોજેકટના CCTV ચેક કરવા તેમજ બીજી ટીમે અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ આરોપીઓને ચેક કરવા અંગેની કામગીરી કરી રહી હતી. જે દરમિયાન મોરબી LCB ટીમને બાતમી મળી કે, આ ગુનો આચરેલ વ્યક્તીઓ એક હોન્ડા કંપનીનુ સાઇન મોટર સાયકલ લઇ ડબલ સવારી આવી મોટર સાઈકલ ચાલકે માથે કાળા કલરની ટોપી તથા મોઢે રૂમાલ બાંધેલ છે. તેમજ પાછળ બેસેલ ઇસમે પોતાનુ મોઢુ અને માથુ કાળા કલરના કપડાથી ઢાકેલ છે. જેમણે ગુનાને અંજામ આપ્યો છે. તેવી બાતમીના આધારે ઇસમોની વોચ ગોઠવી હતી.
મોરબી નવલખી રોડ રેલ્વે સ્ટેશન પાસે ભોજાબાપાના પુતળા પાસે એક ટીમ કાર્યરત હતી. તે દરમિયાન એક મોટર સાઈકલ ઉપર આવા જ વર્ણન વાળા બે ઇસમો નિકળતા તેઓને રોકી ચેક કરતા તેઓ બન્ને મળી આવ્યા હતા. CCTV ફૂટેજના વર્ણન મુજબ અંગ ઝડતી કરતા તેઓની પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા, મોબાઇલ ફોન તેમજ ચોરી કરવામાં ઉપયોગ કરેલ ચાવીઓ નંગ-પ સાથે મળી આવતા તેઓ બન્નેની ગુના સબંધીત ઉંડાણપુર્વક પુછપરછ કરતા ચોરીને તેઓએ પોતાના અન્ય બે મિત્રો સાથે મળી અંજામ આપેલાની હકીકત જણાવી હતી. તેમજ બન્ને મિત્રો હાલે મોરબી રેલ્વે સ્ટેશન સામે રોડ ઉપર ઉભેલ હોવાની હકીકત જણાવતા ત્યા જઇ તપાસ કરતા બીજા બે ઇસમો મળી આવ્યા હતા. જેઓની પાસેથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન મળી આવતા મજકૂર ચારેય આરોપીઓ મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ, વરુણભાઈ મનસુખભાઈ ડોડીયા,જયભાઈ ઉર્ફે શનિ પ્રવીણભાઈ સોલંકી અને અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારી નામનાં ચાર ઇસમોને રોકડ રૂ. ૭,૦૧,૫૦૦, મોબાઇલ ફોન નં. ૪ કિંમત રૂ. ૬૦,૦૦૦ અને હોન્ડા સાઈન કિંમત રૂ. ૪૦,૦૦૦ મળી કુલ ૮,૦૧,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી શનાળા રોડ ઉપર આવેલ ફાયનાન્સ પેઢીની ઓફીસમાં થયેલ રોકડા રૂ.૭,૦૧,૫૦૦/- ની ઘરફોડચોરીનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ગણતરીના સમયમાં પકડી પાડી ઘરફોડચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપી અને મુદામાલ આગળની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપી પૈકી અભિષેક કિશોરભાઈ દેવમુરારી અગાઉ આ જ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો અને જય ઉર્ફે શનિ સોલંકી નામનો આરોપી હાલમાં પણ આ ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. જેથી આ બે આરોપી કંપનીની દરેક જગ્યાથી વાકેફ હતા અને કંપનીના શટર અને તિજોરીની ડુપ્લીકેટ ચાવીઓ પણ બનાવી લીધી હતી અને મોટી રોકડ પડી હોય તેવું પણ જાણતા હતા. ત્યારે જો તે બન્ને જ ચોરી કરવા જાય તો કંપનીમાં લાગેલ CCTV થી તેઓ ઓળખાય જાય અને તુરંત પકડાઈ જાય. જેથી તે બન્ને એ પોતાના અન્ય બે મિત્રો મયુર કોટવાલ, વરુણ ડોડીયા સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આ સાથે જ આરોપીઓએ CCTVથી બચવા માટે કાળું કપડું ઓઢી ચોરીને અંજામ આપ્યો હતો. પરંતુ LCB ટીમે આ ફાયનાન્સ કંપનીની આજુ બાજુમાં જતા દરેક રૂટ પર નેત્રમ કે અન્ય દુકાનો મકાનોના કેમેરા ચેક કરતા આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી.
અહેવાલ : ઋષિ મહેતા