હળવદ જીઆઇડીસી માં આવેલ સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં બપોરે બાર વાગ્યા આસપાસ રાબેતા મુજબ મીઠા ની કોથળી ભરવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન કોઈ કારણોસર દીવાલ ધસી પડતા ત્યાં કામ કરતા ૩૦ જેટલ શ્રમિકો દટાઇ ગયા હતા
જેને પગલે જેસીબી અને હીટાચી મશીન દ્વારા કાટમાળ હટાવીને કાટમાળ હેઠળ દબાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં નવ મૃતદેહ મળી આવ્યા છે અને અનેકો ઈજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમજ આ ઘટનામાં બાદ હજુ મૃત્યુઆંક વધવાની પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.ઘટનાને પગલે અફરાતફરી સર્જાઈ છે.