સૌરાષ્ટ્રમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ખનિજ માફિયા અને બુટલેગરો પર ધોસ
પડધરીના ઉકરડા ગામ પાસેથી 1740 બોટલ વિદેશી દારુ સાથે બે શખ્સ પકડાયા: બોલેરો કબ્જે
જૂનાગઢના નામચીન બુટલેગર ધિરેન કારીયા અને ગોંડલના શ્યામ આહિરે મગાવ્યાનું ખુલ્યું
સૌરાષ્ટ્રમાં વિદેશી દારુનું બેરોક ટોક વેચાણ થતું હોવાનું ખનિજ માફીયા ફાટીને ધુમાડે ગયા બાદ સ્થાનિક પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતાં રાજયની સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફ દ્વારા ખનીજ માફીયા અને દારુના ધંધાર્થીઓ પર ધોસ બોલાવતા બુલટેગરોમાં ફફડાટ મચી ગયો છે. ગતરાતે સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારમાં રાખી મોરબી અને પડધરી પાસેથી 395 પેટી વિદેશી દારુ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. દારુ,સ ટ્રક અને બોલેરો મળી રુા.31 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના નામચીન બુટલેગર ધિરેન કારીયાએ રાજસ્થાનથી વિદેશી દારુનો જંગી જથ્થો ટ્રક અને બોલેરોમાં મગાવ્યાની અને મોરબી તરફથી જૂનાગઢ અને ગોંડલ લઇ જવામાં આવતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાય.એસ.પી. કે.ટી.કામલીયા અને પીએસઆઇ રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે મોરબીના શનાળા રોડ પર અને પડધરીના ઉકરડા ગામ પાસે વોચ ગોઠવી વિદેશી દારુ અંગે દરોડો પાડયો હતો.
મોરબીના શનાળા રોડ પરથી જી.જે.1ડીવાય. 7632 નંબરના આઇસર ટ્રકમાં રાજસ્થાનથી રુા.12.18 લાખની કિંમતની 250 પેટી વિદેશી દારુ લઇને આવેલા જૂનાગઢના કલ્પેશ ઉર્ફે લાલો હર્ષદ લાગરીયાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ટ્રક, મોબાઇલ, રોકડ અને વિદેસી દારુ મળી રુ.ા.19.31 લાખનો મુદામાલ કબ્જેકર્યો છે.
કલ્પેશ ઉર્ફે લાલાની પૂછપરછ કરતા જૂનાગઢના ધિરેન અમૃતલાલ કારીયા, ગોંડલના શ્યામ આહિર, જૂનાગઢના ઉદય દવે, ડ્રાઇવર રાહુલની સંડોવણી બહાર આવી હતી. પડધરી તાલુકાના ઉકરડા ગામે જી.જે.3બીવી. 6480 નંબરના બોલેરોમાં રુા.7.39 લાખની કિંમતની 1740 બોટલ વિદેશી દારુ ગોંડલ લઇ જઇ રહેલા માણાવદરના હિતેશ કરશન ભરવાડ અને શાપરના કુલદીપ ખોડા જાદવ નામના શખ્સોને સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ઝડપી લીધા હતા. તેની પૂછપરછમાં જૂનાગઢના ધિરેન કારીયા અને ગોંડલના શ્યામ આહિરનો વિદેશી દારુ હોવાની કબુલાત આપી છે.