દહીંસરાના પાટિયા પાસેથી ૧૨ બોટલ વિદેશી દારૂ સાથે એકને ઝડપી લઈ અંજીયાસરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પકડી
માળીયા મિયાણા પોલીસે દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી ૧૨ નંગ વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સોને નાના દહીંસરા ગામ ના પાટીયા પાસેથી ઝડપી લઈ અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લેતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
માળીયા મિયાણા પોલીસે જિલ્લા પોલીસવડા જયપાલસિહ રાઠોડની સુચનાથી પીએસઆઈ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મહિપતસિંહ સોલંકી અને ભરતભઈને મળેલ બાતમીના આધારે નાના દહીંસરા ગામના પાટીયા પાસેથી મોટરસાયકલ નંબર જીજે ૩૬ એ ૬૯૦૨ લઈ ને પસાર થઈ રહેલા વિશાલ ઉપેન્દ્રભાઈ ખાંભલા જાતે રબારી ઉ.૨૧ અને માધવ ચંદુભાઈ શેરડા ઉ.૨૧ રહે.બંન્ને મોરબી વાળાને રોકી તલાસી લેતા તેની પાસે થી ૧૨ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવ્યો હતો.
આ મામલે માળીયા મિયાણા પોલીસે ૧૨ નંગ વિદેશી દારૂ કિંમત રૂપીયા ૬૦૦૦ એક મોબાઈલ કિંમત રૂપીયા ૫૦૦૦ અને એક મોટરસાયકલ કિંમત રૂપીયા ૨૫૦૦૦ કુલ મળી રૂપીયા ૩૬૦૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
વધુમાં આ વિદેશી દારૂની બોટલો અન્ય બુટલેગર હરદેવસિંહ ભાવુભા જાડેજા રહે.મોટા દહીસરા વાળા પાસેથી લાવ્યા હોવાની કબુલાત આપતા માળીયા મી પોલીસે ગુનો નોંધી આરોપી હરદેવસિંહ જાડેજા ની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસ સ્ટાફના મહીપતસિંહને મળેલ બાતમીના આધારે અંજીયાસર ગામની સીમમા રેડ કરી ચાલુ દેશી દારૂની ભઠ્ઠી પકડી ૧૫૦૦ લીટર આથો કિંમત રૂપીયા ૩૦૦૦ અને ૧૪ લીટર દેશી દારૂ કિંમત રૂપીયા ૨૮૦ કુલ મળી ૩૧૮૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી શેરમામદ હારૂનભાઇ કટીયા રહે. માળીયા મીયાણા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.