મોરબી, ઋષિ મહેતા
મોરબી શહેરમાં સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર શખ્સને મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. મોરબી કોર્ટ સજા રૂ.10,000/-નો દંડ અને દંડ ન ભરે તો 9 માસની વધુ કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમજ ભોગબનનારને રૂ.4,00,000/- વળતર અને 18,000/- આરોપીનો દંડ ચૂકવવા મોરબી સ્પે. પોકસો કોર્ટે હુકમ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરના પોસ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાને એક યુવકે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી અમદાવાદ લઇ જઇ ભોગબનનાર સગીરવયની હોવાનું જાણવા છતા ભોગબનનારની મરજી વિરૂદ્ધ આરોપીએ અવાર નવાર શરીર સબંધ બાંધ્યા હતા. જે સમગ્ર મામલે ભોગબનનાર સગીરાના માતાની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપીની અટક કરી હતી.
તપાસ દરમ્યાન આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ કરવા પાત્ર પુરતા પુરાવા હોય મળેલ પુરાવા આધારે મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે 9 મૌખીક પુરાવા અને 25 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ સંજય દવે ની ધારદાર દલીલો ને ધ્યાનમાં રાખીને આરોપીને 10 વર્ષની કેદની સજા રૂ.10,000/-નો દંડ અને દંડ ન ભરે તો 9 માસની વધુ કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમજ ભોગબનનારને રૂ.4,00,000/- વળતર અને 18,000/- આરોપીનો દંડ ચૂકવવા મોરબી સ્પે. પોકસો કોર્ટે હુકમ કર્યો છે.