- ગાંધીનગરના પોળ ગામેથી કચ્છ તરફ યાત્રાએ જતી ખાનગી બસ પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં નવ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત
- ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા
Morbi : રાજ્યમાં રોડના નામે ખાડા ખડીયાના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે ગઇ કાલે જ અમદાવાદના ત્રાજપ નજીક રોડની વચ્ચે ઉભેલા ડંપરમાં એક બસ અઠડાવાને કારણે કૂલ 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમજ તે ઘટનાની શાહી સુકાઇ નથી, ત્યાં સૌરાષ્ટ્ર ફરી એકવાર બસ અકસ્માતનું સાક્ષી બન્યું છે. મોરબીના હળવદ નજીક વધારે એક બસ હાઇવે પર અકસ્માતનો ભોગ બની હતી.
મોરબી નજીક હળવદ પાસે મધરાતે ખાનગી બસ પલ્ટી મારી ગઇ હતી. તેમજ આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઇનું મો*ત નિપજ્યું ન હતું. પરંતુ આ દુર્ઘટનામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પૈકી 1 વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન બસમાં કૂલ 56 લોકો બેઠેલા હતા. ત્યારે હળવદના દેવળીયા પાસે મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો.
બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના
બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ સાઇડમાં ઉતરી જઇને પલટી મારી હતી. તેમજ ગાંધીનગરના પોળ ગામેથી કચ્છ તરફ આ બસના અકસ્માત અંગેની માહિતી મળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમજ તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ તંત્રને પણ જાણ કરવામાં આવતા 108 એમ્બ્યુલન્સોનો ખડકલો થઇ ગયો હતો. મોરબી હોસ્પિટલનાં ડોક્ટર્સને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હતા.
મોરબી ખસેડાયેલા ઇજાગ્રસ્તો
(1) પટેલ રાજેશ (ઉ.45)
(2) દીના ઠાકોર (ઉ 65)
((3) સોમાજી ઠાકોર, (ઉ.80)
(4) શારદા ઠાકોર(ઉ.60)
(5) બાબુ ઠાકોર(ઉ.60)
(6) રહિ ઠાકોર (ઉ.57)
(7) મંગુ ઠાકોર (ઉ.60)
(8) હુલી (ઉ.55)
(9) મનજી ઠાકોર (ઉ.65)
ધાર્મિક પ્રવાસે જઇ રહી હતી બસ
અત્રે ઉલ્લેખનીય છે કે, બસ પેસેન્જર બસ નહોતી પરંતુ પ્રવાસમાં ગયેલી બસ હતી. ગાંધીનગરના અડાલજથી કચ્છના કોઇ ધાર્મિક સ્થળે જઇ રહી હતી. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. વધારે વિગતો પોલીસ તપાસમાં સામે આવશે.