રામકથાના કોલકત્તા સ્થિત શ્રોતા દ્વારા બન્ને રાજ્યોના અસરગ્રસ્ત લોકોને રકમ વહેંચવામાં આવશે
યાસ વાવાઝોડુ બુધવારે બંગાળના જલપાઈ ગુડીએ ટકરાયું હતું. ત્યારબાદ વાવાઝોડુ ઓરિસ્સા પહોંચ્યું હતું જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ૧ લાખ જેટલા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. બંગાળમાં ૩ લાખ ઘરોને નુકશાન થયું હતું. બંગાળના મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ આ તોફાનથી ૧ કરોડ લોકો પ્રભાવિત થયા છે. યાસ તોફાનના તાંડવ વચ્ચે બંગાળમાં ભુકંપના આંચકા પણ અનુભવાયા હતા. આ સ્થિતિ વચ્ચે રામકથાકાર પૂજય મોરારીબાપુએ રૂા.૫ લાખની સહાય જાહેર કરી છે.
મળતી માહિતી મુજબ યાસ વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળના લોકો માટે ગુજરાતમાંથી મોરારીબાપુએ રૂા.૫ લાખની સહાય જાહેર કરી છે. મોરારીબાપુએ ઓરિસ્સાના અસરગ્રસ્ત પરિવારને અઢી લાખ અને પશ્ર્ચિમ બંગાળના અસરગ્રસ્તો મળી અઢી લાખ તેમ કુલ મળી રૂા.૫ લાખની સહાય હનુમાનજીની પ્રસાદ રૂપે મોકલી આપી છે. ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળમાં આ સહાયની રકમને રામકથાના કોલકત્તા સ્થિત શ્રોતા દ્વારા બન્ને રાજ્યોના અસરગ્રસ્ત લોકોને વહેંચવામાં આવશે.
તોફાનથી લગભગ ૧ કરોડ લોકો પ્રભાવિત થયા છે. ઓરિસ્સામાં તો ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો અને બંગાળમાં ૩ લાખ ઘરોને નુકશાન થયું હતું. બંગાળના મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ ૧ કરોડ લોકો પ્રભાવિત અને ૧ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જો કે આ બધા વચ્ચે દેશભરમાંથી સહાય આવી રહી છે ત્યારે ગુજરાતમાં પ્રખર રામ કથાકાર મોરારીબાપુએ સૌપ્રથમ રૂા.૫ લાખની સહાય ઓરિસ્સા અને પશ્ર્ચિમ બંગાળને જાહેર કરી છે.