સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારો અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. ઠેર ઠેર પાણી-પાણી ભરાયા છે તો ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હજારો લોકો પ્રભાવિત થયા છે. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવીખરી ધોવાઈ છે. કૃષિપાકોને મોટું નુકસાન થયું છે. ત્યારે અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂએ રૂ. રપ લાખનું દાન આપવાની જાહેરાત કરી છે.

નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતના અહેવાલોથી પ્રેરિત થઈ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપૂની જાહેરાત

રૂ. રપ લાખના દાનની રકમ મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરવામાં આવશે. મોરારીબાપૂ હાલ પશ્ચિમ બંગાળના દાર્જિલીંગમાં રામ કથા માટે ગયેલા છે. નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ભારે વરસાદ પ્રભાવિત ગ્રામજનો-લોકોની સ્થિતીની જાત માહિતી મેળવવા આ વિસ્તારોની ગઇકાલે કરેલી મુલાકાતના અહેવાલોની જાણ મોરારીબાપૂને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.