અમેરિકાના ટેક્સાસમાં સગીર દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧૮ વિદ્યાર્થીઓ સહિત 21 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ટેક્સાસના સીનેટરમાં બનેલી આ ઘટનામાં કુલ 21 લોકો ઘાયલ થયા છે.
ટેક્સાસના ગવર્નર ગ્રેટ એબોટે પ્રાથમિક સ્કૂલની અંદર થયેલી આ ઘટના અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે હુમલાખોરની ઉંમર 18 વર્ષ હતી.ત્યારે આ કરુણ ઘટનામાં મોરારીબાપુએ પોતાની માનવતા દર્શાવી છે.
ટેક્સાસના ગોળીબારમાં મૃત્યુ પામેલ બાળકો માટે કથાકાર મોરારિ બાપુએ સંવેદના દર્શાવી છે. મોરારિ બાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને 1000 ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. મોરારી બાપુ દ્વારા કુલ 21 હજાર ડોલરની સહાય મોકલવામાં આવી.