પુરૂષોત્તમ માસના પવિત્ર વેલામાં સોમવારે રામકથા વચારા મોરારી બાપુ વૃંદાવન ધામમાં આવ્યા અને ઠાકુરજીના દર્શન કર્યા. આ સમય દરમિયાન મોરારી બાપુજી સાથે યોગગુરુ સ્વામી રામદેવ બાબા અને સ્વામી પરમાત્માનંદ સરસ્વતી  પણ હાજર રહ્યા હતાં. કર્ષિણી ગુરુ શરણાનંદજી મહારાજ અને ગીતામનિશી સ્વામી જ્ઞાનાનંદજી પણ ઠાકુરજીના દર્શન કરવા વૃંદાવન પહોંચ્યા હતા. બાપુ દર્શન કર્યા બાદ બપોરે વૃંદાવનથી રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં બાપુ દ્વારા ૮૪૯મી રામ કથાનું આયોજન ગિરનાર પર્વત પર તા.૧૭મીથી થશે અને આ કથા કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને શ્રોતાઓ વિના યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.