આવતીકાલથી ૧૬ જુન સુધી ચાલનારી રામકથામાં વિવિધ સંતો-મહંતો અને મહાનુભાવોની ઉ૫સ્થિત રહેશે
રાજકોટ અહીંસાધામ નંદી સરોવરની પાવન ભૂમિ પર મોરારીબાપુના મુખે રામકથાનું આયોજન તા. ૮ થી ૧૬ જુન દરમ્યાન અહિંસાધામ નંદી સરોવર, તાલુકો મુન્દ્ર, કચ્છ ગુજરાત ખાતે કરાયું છે. જે અંતગત નવા આઇ.સી.યુ. નું ઉદધાટન કાલેથી સવારે ૯.૩૦ કલાકે કરાશે. કથા પ્રારંભ શનિવારના રોજ સાંજે ૪ કલાકે થશે. બાદમાં દરરોજ કથા સમય સવારે ૯.૩૦ થી ૧.૩૦ સુધીનો રહેશે. રામકથા દરમ્યાન અનેક સંતો, મહંતો વિશેષ કૃપા કરી પધારશે. તા.૧૬ જુન રવિવારના રોજ કથા વિરામ પામશે. રામકથામાં પધારવા સૌને અનુરોધ છે.
રામકથા દરમ્યાન ભાવિકોને પ્રસાદનું સૌજન્ય માતુશ્રી લક્ષ્મીબેન જગશી છેડા તથા સમગ્ર કથા મંડપના દાતાનું સૌજન્ય અદાણી પોર્ટસ એન્ડ લોજીસ્ટીક તથા સહયોગી દાતા વિરેન્દ્રસિંહ જાડેજા, મંજુલાબેન મહેન્દ્રભાઇ સંગાઇ (રામદેવ ગ્રુપ) પ્રભુભાઇ રામભાઇગઢવી (ગામ મોટી ખાખર) નું પ્રાપ્ત થયું છે.