કોલેજ દીઠ બે ટીમ સ્પર્ધામાં ભાગ લઈ શકશે; ઓપન રાજકોટ માટેની કોમ્પિટીશનનું રજીસ્ટ્રેશન શરૂ; કોલેજના વિર્દ્યાીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
યુવાનોને સતત નવું અને સર્જનાત્મક આપવાના પ્રયાસ કરતી હરિવંદના કોલેજ દ્વારા એક અનોખી ટ્રેઝર-હંટ સ્પર્ધાનું આંતર-કોલેજ કક્ષાએ તા.૧૪/૦૮/૨૦૧૯ને સવારે ૮:૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે.ઉપરોક્ત સ્પર્ધામાં રાજકોટની કોઈપણ કોલેજના કોઈપણ વિર્દ્યાી કે જેની ઉંમર ૧૮ વર્ષ કે તેી વધુ હોય તે ભાગ લઈ શકશે. વિર્દ્યાીઓએ ૪ (ચાર) લોકોની ટીમ બનાવીને આ સ્પર્ધા માટે તા.૦૬/૦૮/૨૦૧૯ી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પર્ધાનું આયોજન અને સંચાલન સારી રીતે ઈ શકે એ માટે પ્રતિ કોલેજ મહત્તમ ૨ (બે) ટીમો જ સ્પર્ધા માટે સ્વીકાર્ય છે. સ્પર્ધા અંગેના નિયમો અને માર્ગદર્શન ઓનલાઈન જોઈ શકાશે.
રાજકોટનો યુવાન આ ટ્રેઝર હંટ દ્વારા રાજકોટની સુંદરતાને ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક દ્દષ્ટીએ તો ખોજે જ પરંતુ એ સો તેનામાં અમુક મોરલ કવોલીટી જેવી કે ટીમ વર્ક ટાઈમ મેનેજમેન્ટ, સહિષ્ણુતા, કરુણા, લોજીક વગેરે જેવા ગુણો પણ વિકસે તેવો ધ્યેય આ સ્પર્ધાનાં આયોજન પાછલ છે તેવું કોલેજના કેમ્પસ ડિરેકટર સર્વેશ્ર્વરભાઈ ચૌહાણે કાર્યક્રમની રૂપરેખા જણાવતા કહ્યું હતું.
આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પાર્ટીસીપેશન સર્ટીફિકેટ તેમજ જીતનાર ટીમને આકર્ષક ઈનામો આપવાની પણ વ્યવસ કરવામાં આવેલ છે. આ અનોખી સ્પર્ધામાં ભાગ લેવા રાજકોટના દરેક વિદ્યાર્થીને તેમજ દરેક કોલેજને આયોજક ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે www.harivan danacollege.org/ moralquest-2019-registrationવેબસાઈટ પર જય વિર્દ્યાીઓએ પોતાની ટીમનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે સંજયસિંહ ઝાલા (૭૦૪૮૪૮૪૮૭૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
કોન્ટેસ્ટમાં વધુમાં વધુ કોલેજના વિદ્યાર્થીઓ પાર્ટીસીપેટ થાય તે માટે સંજયસિંહ ઝાલા સાથે વિદ્યાર્થીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.