જમીન વિકાસ નિગમ દ્વારા થયેલા જળસંચયની કામગીરીમાં રાજસ્થાન પાર્સીગના ખાનગી વાહનોને બુલડોઝરો તરીકે દર્શાવીને આચરેલી ગેરરીતીનો એસીબી કરેલો પર્દાફાશ
ન હોય… “આ છે ગુજરાત
ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ દ્વારા રાજયભરમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલી જળ સંચયની કામગીરીમાં ભારે ગેરરીતી આચરવામાં આવ્યાનો ખુલાસો થવા પામ્યો છે. આ ગેરરીતીની તપાસ કરી રહેલી એસીબીની ટીમને રાજસ્થાન પાસીંગના મોપેડ, છકડા રીક્ષા વગેરે વાહનોને બુલડોઝર તરીકે દર્શાવીને તેના પર કાગળોમાં ખોટા બિલો ઉધારી દેવામાં આવ્યાના પુરાવા મળ્યા છે. નિગમની આવું કૌભાંડી કામગીરીએ ખેડુતો સાથે ક્રુર મજાક કરી હોવાનું ખુલવા પામ્યું છે.
જમીન વિકાસ નિગમ દ્વારા રાજકોટ જીલ્લાના જામકંડોરણા, ધોરાજી, નાના માંડવા, કોટડા સાંગાણી અને ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી જળસંચયની કામગીરી કે જેમાં તળાવો ઉંડા કરવા, ચેક ડેમો, ખેત તલાવડી બનાવવી વગેરે કામગીરીનો સમાવેશ થાય છે તેમાં ભારે ગેરરીતી આચરવામાં આવ્યાનું એસીબીની તપાસમાં ખુલવા પામ્યું હતું. જે બાદ આ કૌભાંડ અંગે ર૯ લોકો સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવી છે. આ કામગીરીમાં રાજસ્થાન પાસીંગ વાળા ખાનગી માલીકીના બુલડોઝરો મારફતે કામ કરાયાનું પેપર ર દર્શાવાયું હતું.
જેથી, એસીબીએ જેની તપાસ માટે રાજસ્થાન જઇને આ નંબરોવાળા વાહનોની ખરાઇ કરતા આ વાહનો બુલડોઝરોના બદલે મોપેડ અને છકડો રીક્ષાઓ નીકળી હતી. આ અંગે એસીબીના સ્પેશ્યલ ડીરેકટર કેશવ કુમારે જણાવ્યું હતું કે આ કામગીરીમાં રાજસ્થાન પાસીંગવાળા વાહનોનો ઉપયોગ જ આ કૌભાંડને પકડાવવામાં મદદરુપ થયું છે. આ અંગે આગળની તપાસ ચાલી રહી છે. જે બાદ આખુ કૌભાંડ બહાર આવશે. અત્યાર સુધીમાં જળ સંચયની કામગીરીમાં ૬ કરોડ રૂપીયાની ગેરરીતી આચરવામાં આવ્યાની ફરીયાદ થઇ ચુકી છે.
તેવી જ રીતે નિગમ દ્વારા સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં બનાવવામાં આવેલી મોટા ભાગની ખેત તલાવડી માત્ર કાગળો પર બનાવવામાં આવી છે. કેટલીક જગ્યાએ જીઆઇડીસીના પ્લોટ અને સરકારી જગ્યામાં પણ તળાવો બનાવી દેવામાં આવ્યાનું એસીબીની પ્રાથમીક તપાસમાં ખુલવા પામ્યું હતું. હવે કરોડો રૂપીયાના આ કૌભાંડમાં જળ સંચય યોજના ઘડી કાઢી છે કે જીએલડીસીના અધિકારીઓ જીલ્લાઓમાં કોન્ટ્રાકટરોને ખેડુતોની ખભે તળાવ પોજેકટની ફાળવણી કરી રહ્યા છે. જે ગુજરાતની ૭૦ ટકા વરસાદના પાણીને એકત્રિત કરી છે અને બારમાસીના સ્ત્રોત તરીકે ઉભરી આવે છે.
જયારે વલસાડ, સુરત અને ડાંગ જીલ્લાના ઘણા ગામો ત્રિમિત ખેત તલાવડી બાંધકામ પ્રવૃતિમાં આકાર છે ગુજરાત સરકારના વહીવટી ઇતિહાસમાં દુર્ધટના તથા ભ્રષ્ટાચારના કારણે આ નિગમને બંધ કરવાનો નિર્ણય કરવો પડયો હતો. આશરે ૬૫ જેટલા સરકારી અધિકારીઓ તથા ૯ર જેટલા નાગરીકો આ કૌભાંડમાં ભાગીદાર હતા જયારે જીએસડીસીના ડીરેકટર કે.એસ. દેત્રોજા કૌભાંડના મુખ્ય આરોપી છે નિગમ તેના કેટલાક ક્ષેત્રો અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ રહ્યા હતા.
એસીબીના વરિષ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે ૨૦૦૧ માં મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની ચેક ડેમ યોજના બાદ તરત ૨૦૦૭-૨૦૦૪ માં ખેત તલાવડી યોજના શરુ કરવામાં આવી હતી. જેમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે જીએચડીસીએ સોંપવામાં આવેલા ૧૩ જીલ્લાઓમાં કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં મોટાભાગની ૧૬૮ નાની નદીઓ છે પરંતુ દર વર્ષે પ૦૦ મીમી ૮૦૦ મીમી જેટલો વરસાદ પડે છે. જયારે દક્ષિણ, ઉત્તર અને મઘ્ય ગુજરાતમાં ૧૭ નદીઓનો સમાવેશ થયો છે. પરંતુ ત્યાં ૮૦૦ મી. ર૦૦૦ મીમી વરસાદ પડેલ.