મારવાડી યુનિવર્સિટીના લો ડીપાર્ટમેન્ટે ‘મૂટ કોર્ટ’ ના ઉદધાટન ના સાથે ‘વન ડે સેમીનાર’ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘મુટ કોર્ટ’ ના ઉદધાટન માં સુપ્રીમ કોર્ટે ઓફ ઇન્ડીયાના જજ ચીફ જસ્ટીસ એમ.આર. શાહ અને હાઇકોર્ટ ઓફ ગુજરાતના જજ ચીફ જસ્ટીસ આઇ.જે. વોરાએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. એટલું જ નહી મારવાડી યુનિવર્સિટીના  ડીપાર્ટમેન્ટ ઓફ લો દ્વારા ‘મુટ કોર્ટ’ના ઉદધાટનના સાથે એક દિવસ માટે તમામ લો ના વિઘાર્થીઓ માટે એક દિવસના સેમીનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.  ચીફ સહીતના મહાનુભાવોઓ ઉ5સ્થિત રહી પોતાના અનુભવોનો લાભ આ ‘વન ડે સેમીનાર’ મા તમામ વિઘાર્થીઓને આપ્યો હતો. દરમિયાન લો ના બધા વિઘાર્થીઓમાં આ આયોજન ન લઇ ખુબ ઉત્સુક જોવા મળ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ ભવ્ય આયોજન કરવા પાછળ ડિપાર્ટમેન્ટનો તમામ સ્ટાફ અને વિઘાર્થીઓ આયોજનની તૈયારીઓ માટે ખડે પગે  હતા અને જે રીતના આટલા મોટા કાર્યક્રમનું આયોજન મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. તે ખુબ સરાહનીય છે. યુનિવર્સિટીના વિઘાર્થીઓથી લઇ ચીફ ગેસ્ટ બધા  લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે આયોજન પૂર્ણ થયા બાદ બધા વિઘાર્થીઓ હરખભેર ચીફ ગેસ્ટ જસ્ટીસ એમ.આર. શાહ અને જસ્ટીસ આઇ.જે. વોરા સાથે સેલ્ફી લેવા આતુર થતા જોવા મળ્યા હતા.

લોકોમાં આજે મૂળભૂત અધિકારની જાગૃતિ છે: જસ્ટીસ એમ.આર. શાહ

સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાના ચીફ જસ્ટીસ એમ.આર. શાહ અબતક સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવે છે કે નેશનલ લેવલને રીપ્રસેનટ કરુ છું પરંતુ હું છું તો એક ગુજરાતી જ ત્યારે આજે મારવાડી યુનિવર્સિટી ખાતે મુટ કોર્ટ ના ઉદધાટન અન અહીના લો ડીપાર્ટમેન્ટ ના વિઘાર્થીઓ માટે વન ડે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અહીં આવીને ખુબ આનંદ અનુભવાય છ. ખાસ તો આજે લોકોમાઁ મૂળભૂત અધિકારની જાગૃતિ છે અને કઇપણ થાય તો એક જાગૃક નાગરીક તરીકે તેઓ તરત કેસ ફાઇલ કરે છે અને પોતાના હકક માટે લેવું છે.

વિદ્યાર્થીઓ મા ‘મુટ કોર્ટ’ ના ઉદઘાટન ને લઇ અલગ જ ઉત્સાહ જોવા મળ્યો: એડવોકેટ દિલીપ પટેલ

એડવોકેટ દિલીપ પટેલ અબતક સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવે છે કે લો ના વિઘાર્થીઓ માટે મુટ કોર્ટ હોવું એ ખુબ લાભદાઇ સાબીત થાય છે. આજે આ મુટ કોટ  ના ઉદધાટન માટે ચીફ ગેસ્ટ તરીકે સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડીયાના ચીફ જસ્ટીસ એમ.આર. શાહ અને હાઇકોર્ટ ઓફ ગુજરાતના હોનરેબલ જસ્ટીસ આલ.જે. વોરાએ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિતિ આવતાની સાથે તમામ વિઘાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યું હતું. સાથો સાથ જયારે ચીફ ગેસ્ટ સાથેનો સેમીનાર પણ યોજવામાં આવ્યો હતો. અને આ વસ્તુની ખુબ જ મુલ્યવાન છે એ સમજી તમામ વિઘાર્થીઓએ આ આયોજનનો પુરતો લાભ લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.