વીજપોલ ધરાશાયી કરી લોખંડ અને એલ્યુમિનિયમ વાયરની ચોરી કરતી તસ્કર ગેંગના ચાર સાગરીત ઝડપાયા
મૂળી તાલુકાના ખંપાડિયાથી દુધઈ વચ્ચેના માર્ગ પરના જેટકો કંપનીના વીજપોલ ધરાશાઈ કરી લોખંડ અને એલ્યુમિનિયમના વાયરની ચોરી કરતી તસ્કરી ગેંગના ચાર સાગરીતોને પોલીસે ઝડપી લીધા છે. તસ્કરી ટોળકી દ્વારા કંપનીને રૂ.9.38 કરોડનું નુક્સાન કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.મુળી તાલુકાનાં ખંપાળીયા થી દુધઈ બાજુ જતી જેટકો વિજ કંપની લાઈન સડલા થાન જતી લાઈન ઉપર ના વિજટાવર 27-28 જમીનદોસ્ત કરી લોખંડ લઈ લીધેલ તેમજ 29-30 ને મોટું નુકસાન કરવામાં આવેલ હોય કુલ નુકસાન 9,38,07746 જેટકો કંપની ને કરવામાં આવેલ ની આ વિજતાર લોખંડ ચોરતી ગેંગ જબ્બે કરવામાં આવી છે.
જેમાં મુળી તાલુકાનાં ખંપાળીયા ગામના આરોપીઓ મહેશ જીવણભાઈ બાવળીયા,વિપુલ જગાભાઈ સારદીયા,લાલા હેમુભાઈ બાવળીયા,જયેશ મેરૂભાઈ ઝેઝરીયા તમામ રહે ખંપાળીયા નાઓએ 13-8-23 ની રાત્રે આ ટાવર ધરાશઈ કરી ચોરી ના ઈરાદે હોય તેની બાતમી મુળી પોલીસ ને મળી હતી અને વિજ ટાવર ના નટબોલ્ટ ખોલતા ટાવર ધરાશઈ થતા વિજતાર મા ભડાકા થતા ગભરાઈ નાશી છુટયા હોય અને કબુલાત કરતાં સિનટેક્ષ ટાકી ના સ્ટેન્ડ બનાવવા લોખંડ ચોરી કરી હોય અમુક ટ્રેકટર ઓજાર માટે ચોરી કરેલ હોય. તેઓ ની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે મુળી પોલીસ સતર્કતાના કારણે બે દિવસ માં જ આરોપી ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે વિપુલ સારદીયા નામનો આરોપી ભાજપ કાર્યકર સાથે તાલુકા વિશ્વહિન્દુ પરીષદ નો હોદેદાર બહાર આવેલ છે આવા બનાવો ને કારણે ખેડૂતો ને ખેતી વિજલાઈન બંધ રહેવા પામે છે અગાઉ પણ આ રીતે જ ચોરી થયેલ હોય ત્યારે મુળી પી.એસ.આઈ ડી.ડી.ચુડાસમા સાથે પોલીસ સ્ટાફે આ ગેંગ ને ઝડપી પાડતા ખેડૂતો એ રાહત નો દમ લીધો છે.