પ્રેમીકાના પરિવારે બળજબરીથી ઝેરી દવા પીવડાવી આંખમાં છરીના ઘા ઝીંકી દીધા
અબતક,રાજકોટ
મૂળીના દાઘોરીયા ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીના પરિવારજનોએ પ્રેમી યુવકની કરપીણ હત્યા નીપજાવામાં આવી છે. યુવતીના પરિવારજનોએ યુવકને ઝેરી દવા પીવડાવી અને આંખમાં છરીનાઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસે મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ મૂળીના દાઘોરીયા ગામે રહેતો અને મજુરી કામ કરતો પરબતભાઈ જેરામભાઈ મેવાડા ઉ.22 નામનો યુવાન ગઈકાલે સવારે પોતાના ઘરેથી વાડીએ જવ છું તેવું કહીને નીકળ્યો હતો. બાદ તે મોડે સુધી ઘરે પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી બાદ તેના પાડોશીએ તેના પરિવારને જાણ કરી હતી કે પરબતનો મૃતદેહ ગામમાં ખોડીયાર માતાજીનાં મંદિર પાછળ વાડીમાં મળ્યો છે.
બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં જાણવા મળ્યું હતુ કે મૃતક યુવાન પરબતને તેના પાડોશમાં રહેતા નીતુ મનસુખ કોળી નામની યુવતી સાથે નાનપણથી પ્રેમ સંબંધ હતો. જેનો તેના પરિવારજનોએ ખાર રાખી તેને મોતને ઘાટ ઉતાયો છે.
બનાવ અંગે મૃતકનાં પિતા જેરામભાઈએ જણાવ્યું હતુકે, તેના પુત્ર પરબતને તેના પાડોશમાં રહેતી નીતુ કોળી સાથે સાત વર્ષની વયે પ્રેમ સંબંધ હતો અને બંને સાથે મોટા થયા હતા આ પ્રેમ સંબંધ અંગે યુવતીના પરિવારજનોને જાણ થતા તેઓ દ્વારા પરબત અને તેના પરિવારને ધમકાવામાં આવતા હતા જેથી છ મહિના પહેલા બંને પ્રેમી પ્રેમીકા ભાગી ગયા હતા આ અંગે યુવતીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. બાદ પોલીસે બંનેના પરિવારજનોને સમજાવતા તેઓએ સમાધાન કર્યું હતુ અને બંનેને પાછા પરત લાવવામાં આવ્યા હતા પરંતુ યુવતીના પરિવારજનોએ યુવતીના લગ્ન વાંકાનેર પંથક ખાતે કરાવી દીધા હતા અને પરબતના પરિવારને અવાર નવાર ત્રાસ આપવામાં અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી.
ગઈકાલે પરબત ઘરેથી વાડીએ જવા નીકળ્યો ત્યારે યુવતીના પરિવારજનો દ્વારા તેનું અપહરણ કરી અને વાડીમાં લઈ જઈ ઝેરીદવા પીવડાવી અને આંખમાં છરીના ઘા ઝીંકી ક્રુરતાથી તેની હત્યા નીપજાવી હતી.
મૃતક પરબત 1 ભાઈ અને 3 બહેનમાં સૌથી નાનો હતો પોલીસે હત્યા કેમ નીપજાવી તે જાણવા માટે તેના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમી-પ્રેમીકા નાનપણથી એકબીજાના પરીચયમાં હતા
મૂળીના દાઘોરીયા ગામે રહેતો પરબત મેવાડા અને નીતુ કોળી એકબીજાને નાનપણથી એટલે કે સાત વર્ષની વયેથી પ્રેમ કરતા હતાં અને પાડોશમાં રહેતાને સાથે મોટા થયા હતા. બંનેના પ્રેમ સંબંધ વિશે યુવતીના પરિવારજનોને જાણ થતા તેને યુવતીના વાંકાનેર પંથક ખાતે લગ્ન કરાવી અને ગઇકાલે યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. પોલીસે મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.
અગાઉ મૃતકના પરીવારજનોની ભેંસની પણ હત્યા કરી’તી
મૃતક પરબત મેવાડાના પરિવારજનોની ભેંસ યુવતીના પરિવારજનો દ્વારા અગાઉ મારી નાખવામાં આવી હતી. બંનેના પ્રેમ સંબંધ વિશે યુવતીના પરીવારજનોને જાણ થતા મૃતકના પરીવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને બાદ તેની ભેંસની હત્યા કરવામાં આવી હતી અને ગઇકાલે યુવકની પણ ક્રૂરતાથી હત્યા નીપજાવવામાં આવી છે.
છ મહિના પહેલા ઘરેથી ભાગેલા પ્રેમી-યુગલને પોલીસે શોધી સમાધાન કરાવ્યું હતુ
દાઘોરીયા ગામે રહેતા પરબત મેવાડા અને નીતુ કોળીનાં બંનેના પરીવારજનોને તેઓના પ્રેમસંબંધ વિશે જાણ થતા પ્રેમી યુગલ છ મહિના પહેલા પોતાના ઘરેથી ભાગી ગયા હતા. આ અંગે યુવતીના પરીવારજનોને જાણ થતા તેને પોલીસમાં ફરીયાદ કરી હતી જેમાં પોલીસે બંને પરીવારજનોમાં સમાધાન કરાવી પ્રેમી-યુગલને શોધી કાઢી ઘરે પરત લાવ્યા હતા. જે બાદ યુવતીના પરિવારે કાલે યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે. પિતાએ વાડીએ જવાની ના કહેવા છતા પુત્ર વાડીએ જતા લોહીથી ખરડાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો