બી.ટી. સવાણી દ્વારા વર્લ્ડ કિડની ડે નિમિતે રેલી સહિતના કાર્યક્રમો: મહત્વના અંગને સાચવવા અપાયા સુચનો
માર્ચ મહીનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસ મનાવવામાં આવે છે. આજે બી.ટી.સવાણી હોસ્પિટલના સ્ટાફ દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રાજકોટના બાલભવનથી શરુઆત કરવામાં આવી હતી. કિડનીએ શરીરમાં હ્રદયઅને મગજની જેમ જ અગત્યનું અંગ છે.
કિડની એક અગત્યનો અવયવ છે. તેથી લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી રેલી કાઢવામાં આવી હતી. કિડની માટે જરુરી કાળજી લેવી જોઇએ અને નિયમો પાળવા જોઇએ. કિડનીની બિમારી માટે વહેલું નિદાન કરાવવું જોઇએ અને તેની સારવાર અને દવાઓ કરાવવી જોઇએ.
પુ‚ષો કરતા સ્ત્રીઓને કિડનીની બિમારી વધારે થાય છે. કારણ કે સ્ત્રીઓમાં પ્રેગનેન્સી સમયે કિડની પર વછધારે લોડ આવતો હોય છે. તેથી કિડનીને નુકશાન થવાની સંભાવના છે.
તેથી સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે આજે વિશ્વ મહીલા દિન નીમીતે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.
વિશ્ર્વ કિડની દિવસ નીમીતે બી.ટી.સવાણી કિડની હોસ્પિટલના ડો. મહિપાલ ખંડેલ વાલ એ જણાવ્યું હતું કે કિડની એવું ઓર્ગન છે કે જે શરીરમાં ખુબ જ અગત્યની ભૂમિકા નિભાવે છે છતાં પણ ઘણા લોકોને કિડનીને લઇને જાવૃતતા નથી.
તો આવા જ લોકોની જાગૃતિ માટે વિશ્ર્વ કિડની દિવસની ઉજવણી થાય છે. મહિલાઓને પણ કિડનીને લઇ ઘણાખરા પ્રશ્ર્નો હોય છે. જેવા કે ક્રોનિક કિડની પોબ્લમ એટલે લાંબા સમયમાં કિડનીની તકલીફ જે પુરૂષોના પ્રમાણમાં સ્ત્રીઓમાં વધુ હોય છે. સ્ત્રીઓમાં ક્રોનીક કિડનીની તકલીફ ૧૪ ટકા હોય છે. જયારે પુરૂષોમાં તે ૧ર ટકા હોય છે. સંપૂર્ણ વિશ્વમાં ૬,૦૦,૦૦૦ સ્ત્રીઓનું મૃત્યુ કિડની પ્રોબ્લમ ના કારણે થાય છે.
પ્રેગેન્સી દરમીયાન સ્ત્રીમાં કિડનીની પ્રો.નો તકલીફ વધી જાય છે. તંદુરસ્ત લોકો એ પણ કિડનીની તકલીફ અંગે સાળસંભાળ લેવી. તાજા વાજા, શાકભાજીનું સેવન કરવું. ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવું રેગ્યુલર બી.પી. તથા સુગર ચેક કરાવવું, બી.પી. સુગરનો દર્દીઓએ ડો.ની સલાહ મુજબ તે મેઇન્ટેઇન કરવું જંકફુડ થી દુર રહેવું ઉપરાંત પુરીન રીલેટેડ કોઇપણ તકલીફ થાય તો ડોકટરને ક્ધસલ્ટ કરવું. તેમની સલાહ લેવી. જેવા લોકોની કિડની ડેમેજ થઇ ગઇ હોય તેવા લોકોએ રેેગ્યુલર રીતે જ ડો.ને બતાવતા હોય તેની સલાહ મુજબ પ્રવાહી તથા ડાયટ લેવી જોઇએ.
ડાયાલીસીસ વાળા દર્દીએ તેના વજન પ્રમાણે પ્રવાહી લેવું, મોઠું ઓછું લેવું, ડિકનીનું કાર્યએ સામાન્ય ભાષામાં ગળણીનું છે. શરીરના લોહીનું શુઘ્ધીકરણ કરી કચરો પેશાબના રુપે બહાર ફેંકી છે. પાણીનું બેલેન્સ રાખવું. જરુરી છે. ક્ષાર અને એસીડનું પ્રમાણ જાળવવું પણ ખુબ જ જરુરી છે. લોહી વધવા માટેનું કિડની એક હોર્મન રીલીઝ કરે છે. જેનું નામ ઇરીથ્રોપોઇટીન જે લોહી વધારે છે. મહીલા દિવસ તથા કિડની નીમીતે ખાસ મહીલાઓ માટે સંદેશો પાઠવ્યો છે. પ્રેગેન્સી દરમ્યાન ખાસ ચેકઅપ કરાવવું જોઇએ.
ડાયટીશિયન માધવી પાલેરિયાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિશ્ર્વ ડિકની દિવસ તથા વિશ્ર્વ મહીલા દિવસનો ખાસ થીમ એ છે કે મહીલાએ સ્વચ્છ રહે મહીલાઓએ સમસ્યાનું નિવારણ લાવવું એ આવશ્યક છે. ઘણી સ્ત્રીઓ તેમની સમસ્યા ડોકટરને કહેતા નથી. તો આવી સ્ત્રીઓ માટે ખાી જણાવ્યું છે ડોકટરને મળીને તેની સમસ્યા અંગે સમાધાન લેવું જોઇએ.
તદઉપરાંત કિડની દિવસને લઇને ખાસ ખોરાક કેવો લેવો તેની પણ અલગ અલગ માહીતી આપવામાં આવી હતી. બી.ટી. સવાણી હોસ્૫િટલમાં મેડીકલ ઓફીસર ડો. વિપુલ પારીયા એ જણાવ્યું કે, નાના બાળકોને કિડનીનો રોગ વારસાગત હોય છે. કિડનીમાં પાણીના પરપોટા હોય છે. જેના કારણે બાળક મોટું થાય તેમ તેની સમસ્યામાં વધારો થતો જાય છે.