રખડતા ઢોર શહેરીજનો પર ગંભીર ખતરો ઉભો કરી રહી છે છતા તંત્ર બિન્દાસ

જામનગર મહાનગરપાલિકાએ ગઇકાલે સોમવારથી શહેરમાં રખડતાં પશુઓને પકડી લેવાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને સર્વે નગરજનોએ આવકાર આપ્યો છે. પરંતુ સાથે-સાથે સૌ નગરજનો એવી પણ ચર્ચા કરે છે કે, થોડા-થોડા સમયે મહાનગરપાલિકા દ્વારા રખડતાં પશુઓને ઝડપી લેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ આ પ્રકારની કામગીરી થોડા દિવસ પુરતી માત્ર દેખાવ પુરતી થાય છે અને પછી વર્ષના 365 દિવસ એટલે કે ઝુંબેશ સીવાયના દિવસોમાં રખડતા પશુઓનો ભયાનક ત્રાસ જોવા મળે છે. જેને કારણે વારંવાર અકસ્માતો થતાં રહે છે અને લોકોના જીવ પણ જાય છે

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2200થી વધુ રખડતાં પશુઓ પકડી લેવામાં આવ્યા છે. શહેરમાંથી જે પશુઓને પકડીને કોર્પોરેશન સંચાલીત ઢોર ડબ્બાઓમાં મોકલી આપવામાં આવે છે તે પશુઓને ફરીથી છોડવામાં આવતા નથી. જો કોઇ ગાય સગર્ભા હોય અથવા નાનું વાછરડું ધરાવતી હોય તો તેવી ગાયને રૂપિયા 5000 નો દંડ ગાય દીઠ વસુલીને પશુમાલીકને આ ગાય પરત આપવામાં આવે છે.   અમો વર્ષના 365 દિવસ શહેરમાં રખડતાં પશુઓને પકડી લેવાની કામગીરી કરીએ છીએ. આ 15 દિવસ ઝુંબેશના રૂપમાં આ કામગીરી કરવામાં આવશે.

15 દિવસની આ ઝુંબેશ પુરી થઇ જશે પછીના દિવસોમાં મહાનગરપાલિકા રખડતા પશુઓના મુદ્દે વધુ એક વખત નિષ્ક્રિય બની જશે. ત્યારે ફરીથી લાખો નગરજનો રખડતા પશુઓના મુદ્દા ભયભીત ઝીંદગી વિતાવશે. આ મુદ્દો નગરજનોની લાચારી અને કરૂણતા હોવાનું લોકો સાથેની ચર્ચામાં જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.