અર્બન ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુ ની બિટ્ટુ’ ર૩ ઓગષ્ટના રોજ રીલીઝ થઇ રહી છે. અમદાવાદની પોળમાં આંટા લેતી આ ફિલ્મ ખુબ જ રોમાંચક છે. આ ફિલ્મમાં અમદાવાદની પોળોની લાઇફ સ્ટાઇલ બતાવાઇ છે. નાનપણથી જ છોકરીઓ અને છોકરાઓ સાથે રમતા હોય, દાદાગીરી અને દીદીગીરી કરતા હોય છતાં એકબીજાનો ખુબ જ ખ્યાલ રાખતા હોય તેવું આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર યુ ટયુબ ઉપર લોન્ચ થઇ ગયું છે અને આગામી ર૩ ઓગષ્ટે જન્માષ્ટમીના તહેવાર પર આ ફિલ્મ રીલીઝ થઇ રહી છે.આ ફિલ્મના પ્રમોશનની શરુઆત રંગીલા રાજકોટમાંથી કરવામાં આવી છે આ તકે ‘મોન્ટુ ની બિટ્ટુ’ની સ્ટાર કાસ્ટ, રાઇટર અને ડાયરેકટરે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી અને ફિલ્મના ફિલ્માકન અંગે રસપ્રદ વાતો અબતક સાથે શેયર કરી.
‘મોન્ટુ ની બિટ્ટુ’હસતી રમતી પારિવારિક ફિલ્મ છે: વિજયગીરી બાવા( ડાયરેકટર)
‘મોન્ટુ ની બિટ્ટુ’ ફિલ્મના ડાયરેકટર વિજયગીરીબાવાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું કે ફિલ્મના પ્રમોશનની શરુઆત અને રંગલા રાજકોટથી કરી છે. આ ફિલ્મ જન્માષ્ટમી પર રીલીઝ થઇ રહી છે ‘મોન્ટુ ની બિટ્ટુ’ફિલ્મ છે. અમદાવાદની પોળોમાં શુટ થઇ છે. આ ફિલ્મમાં ખાસ શું છે તેવું પુછતા ડાયરેકટરે જણાવ્યું કે ફિલ્મએ દર્શકોની ડિમાન્ડ છે. અને તેને ઘ્યાનમાં રાખીને જ ફિલ્મ બનાવીએ છીએ ફિલ્મ સોસાયટીનું દર્પણ છે. આ ફિલ્મ એક હસતી રમતી પારિવારિત ફિલ્મ છે.
આ ફિલ્મની વાર્તા એવી છે કે તેમાં બિટ્ટુ ના લગ્નની ચિંતા આખી પોળને થાય છે. તો એક છોકરીના લગ્ન કરવાની ખરેખર ઉમર કઇ તેનું પેરામીટર હોઇ શકે ખરાં? આ વિષય વસ્તુ પર ફિલ્મ છે આ ફિલ્મમાં કોમેડી, મસ્તી રોમાન્સ, ઇમોશન ઉત્સવ એમ ફુલ પેકેજ જ મુવી છે.
અમે બોલ્યા વગર એકબીજાની વાત સમજીએ છીએ: આરોહી પટેલ
અબતક સાથે વાત કરતાં આ ફિલ્મની કોસ્ટાર આરોહી પટેલે જણાવ્યું કે આ ફિલ્મમાં ટુ બિટ્ટુને રોલ કરી રહી છું. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો અમે ચાર વર્ષ પછી બધા સાથે કામ કરી રહ્યા છીએ અમે બધા એકબીજાથી ટેવાયેલા છીએ એટલે સાથે કામ કરવામાં પારિવારિક માહોલ આપમેળે ઉભો થઇ જાય છે. ફિલ્મની વાત કરું તો આ ફિલ્મમાં ખુબ જ મસ્તી છે અને ફરી આ બધા સાથે કામ કરીને મને ખુબ જ મજા આવી. બિટ્ટુનું કરેકટર ખુબ જ મસ્તીખોર છે તેણે પ૦ જેટલા છોકરાઓને રિઝકેટ કર્યા છે. બિટ્ટુ માટે મોન્ટુને દોસ્તીથી વધારે પણ કંઇક છે પરંતુ તે કહી શકતો નથી આ ફિલ્મ ખરેખર ખુબ જ રોમાંચક છે.
આ એક એવું પ્લેટફોર્મ છે જયા ભૂલ કર્યા બાદ જ શીખવા મળે છે: મૌલીક નાયક
અબતક સાથે વાતચીત કરતા મૌલીક નાયકે જણાવ્યું કે આ ફિલ્મમા હું મોન્ટુનું કેરેકટર પ્લે કરી રહ્યો છે. આ એક એવી જગ્યા છે કે ત્યા તમને ભૂલ કર્યા બાદ જ શીખવા મળે છે.
અહીંથી તમે ઘણું બધુ શીખી શકો છો. આ ફિલ્મના ડાયરેકટર વિજયગીરી દ્વારા અમને ખુબ જ સપોર્ટ મળે છે. આ ફિલ્મમાં મોન્ટુનુ કેરેમટર એવું છે કે તે પોળમાં દરેકે દરેક વ્યકિતને મદદરુપ થાય છે. એટલે જ તેને સંકટની સાંકળ કરે છે. ફિલ્મ ર૩ ઓગષ્ટે રજાઓના માહોલમાં રીલીઝ થઇ રહી છે.
મારું માનવું છે કે લાઇફ એક સરપ્રાઇઝ છે: રામ મોરી (લેખક)
અબતક સાથે વાત કરતા મોન્ટુની બિટ્ટુના રાઇટર રામ મોરીએ જણાવ્યું કે રાઇટર તરીકે આ મારી પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં અમદાવાદની પોળોની લાઇફ સ્ટાઇલને દર્શાવવામાં આવી છે આજે પણ છોકરીના લગ્નની ખરેખર ઉમર કઇ તે નકકી થઇ શકયું નથી. આ ફિલ્મના રાઇટર તરીકે જયારે મે વિજયગીરીને ફિલ્મની વાર્તા કહી ત્યારે જ તેમણે નકકી કર્યુ હતું કે આ ફિલ્મ બનાવવી તેમને વાર્તા પસંદ આવી એ મારા માટે એક મિરેકલ મુવમેન્ટ હતી. આજે ફિલ્મ શુટ થઇ ગઇ અમે પ્રમોશન માટે આવ્યા છીએ ત્યારે પણ મને ચમત્કાર જ લાગે છે હું એવું માનું છું કે લાઇફ એક સરપ્રાઇઝ છે અને મને સરપ્રાઇઝ ગમે છે.